Abtak Media Google News

મ્યાનમારમાં સેન્ય તખ્તાપલટ વિરુદ્ધ સતત ચાલી રહેલા પ્રદર્શનની વચ્ચે એક 19 વર્ષની યુવતીના માથા પર ગોળી મારવાની ઘટનાએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ ઘટના બુધવારની છે. જ્યારે સેનાએ દેશમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન પોતાના હિંસક સ્વરૂપિમાં જોવા મળી હતી. આ દરમિયાન 33 લોકતાંત્રિક સમર્થકોને ગોળી મારી દેવામાં આવી હતી. આ પહેલા રવિવારે પણ સેનાએ 18 લોકોને ગાળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. બુધવારે માન્ડલેમાં સેના વિરુદ્ધ માર્ચમાં 19 વર્ષની એન્જેલના માથા પર સૈનિકાઓ ગોળી મારી દીધી હતી.

19 વર્ષની એન્જલે પોતાની ટીશર્ટ પર બ્લડ ગ્રુપ લખ્યું હતું. તેમના જિન્સના ખીસ્સામાં એક પર્ચી મળી આવી હતી,જેમાં લખ્યું હતું કે, જો કોઈ ઘટના બની તો તેમના દેહને દાન કરી દેવામાં આવે.

એન્જલે માન્ડલેમાં પ્રદર્શન દરમિયાન કાળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું. જેના પર અંગ્રેજીમાં લખ્યું હતું કે,’Everything will be fine’ કદાચ એન્જલન જાણ થઈ ગઈ હતી કે, તેમની સાથે પ્રદર્શમાં કોઈ મોટી ઘટના ઘટી શકે છે.માન્ડલેમાં જ્યારે સેનાએ આંદોલન કરી રહેલા લોકો પર ગોળી બાર કર્યો ત્યારે એન્જલે પોતાના 33 સાથિઓને બચાવવા માટે બસવાનું કહ્યું હતું.પરંતુ ત્યા સુધીમાં સેનાએ એન્જલના માથ પર ગોળી મારી દીધી હતી.

ઉલ્લેખનિય છે મ્યાનમારમાં 1 ફેબ્રુઆરીથી તખ્તાપલટ બાદ દેશમાં સતત પ્રદર્શન કરવામાં રહ્યું છે. લોકો આંગ સાન સૂ ચી સહિત અન્ય નેતાઓ છોડવાની માંગ કરી રહ્યાં છે. વિભિન્ન શહરોમાં ચાલી રહેલા પ્રદર્શને બંધ કરાવવા માટે સેના બળનો ઉપયોગ કરી રહી છે. પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે મ્યાનમારમાં સેના તખ્તાપલટમાં ચીનનો હાથ છે. આ વચ્ચે શુક્રવારે સયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ મામલે બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.