Abtak Media Google News

શોપિયાના કપરીન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

આજે શુક્રવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાના કપરીન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ હતી. આતંકીઓની માહિતી પર સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સંયુક્ત ઓપરેશનમાં આતંકીઓને શોધી રહી છે. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.

સવારે કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા પ્રમાણે શોપિયાના કપરીન વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સેના કામે લાગી છે.થોડા સમય બાદ એડીજીપી કાશ્મીરે એન્કાઉન્ટર પર અપડેટ આપી છે. જેઈએમ આતંકવાદી સગંઠનનો એક આતંકવાદી માર્યો ગયો છે. જેની ઓળખ કામરન ઉર્ફે હસીનના રૂપમાં થઈ છે. જે કુલગામ-શોપિયા વિસ્તારમાં સક્રિય હતો. સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.

આ અગાઉ 1 નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા અને અનંતનાગ જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરની ઘટનાઓ સામે આવી હતી. આ બંને સ્થળોએ થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ ઑપરેશનમાં સેનાની સાથે જમ્મુ-કાશ્મીરની પોલીસ પણ સામેલ હતી. ઉલ્લેખનીય છે કે, સેના અને કાશ્મીર ઝોનની પોલીસ છેલ્લા ઘણા મહિનાઓથી ઘાટીમાં આતંકવાદીઓ વિરુદ્ધ સંયુક્ત ઓપરેશન હેઠળ કાર્યવાહી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.