ઉનામાં અરેરાટી: ખેતરમાં હલણના પ્રશ્ર્ને સગા કાકા અને પિતરાઈને ગુપ્તિના ઘા ઝીકી ઢીમઢાડી દેતો ભત્રીજો

0
397

ઉના પંથકમાં એક સાથે પિતા-પુત્રની તેમના જ કૌટુંબી દ્વારા હત્યા કરવામાં આવતા ચકચાર મચી છે. ખેતરમાં હલણના પ્રશ્ને સગા કાકા અને પિતરાઈ ભાઈને તેમના જ ભત્રીજાએ ગુપ્તિના ઘા ઝીકી ઢીમઢાડી દેવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઊનાના તપોવન આશ્રમના સામેના ભાગમાં વાડી ધરાવતા મેર પ્રતાપભાઇ રાજશીભાઇ રાણાવાયા (ઉ.62) અને તેમનો પુત્ર ભરત (ઉ.25) તેમના પરીવાર સાથે વાડીમાં રહે છે. તેમની બાજુમાં જ તેમના પ્રતાપભાઈનો ભત્રીજો ધર્મેશ ઉર્ફે ધમો કેશુભાઇ રાણાવાયાની વાડી આવેલી છે. બંને એકજ પરીવારના અને વાડી પણ બાજુબાજુમાં આવેલ હોઈ તેઓ વચ્ચે રસ્તાની બાબતમાં વાતો થતી હતી. આ વાતોએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. આજે બપોરના સમયે ભરત પોતાની વાડીએ હિચકા પર બેઠો હતો. તે દરમિયાન ધર્મેશ ઉર્ફે ધમો કેશુભાઇ રાણાવાયા પોતાની બાઇક પર આવ્યો હતો અને પાછળથી જ ભરત પર હુમલો કરતા ભરત હિચકા પરથી પડી જતાં ધમાએ તેને ગુપ્તીનો ધા મારી લોહીલુહાણ કરી નાંખતાં ભરત સ્થળ પર તરફડીયા મારવા લાગ્યો હતો. બનાવની જાણ તેમના મિત્રોને થતાં પ્રથમ ભરતને હોસ્પીટલે ખસેડતા તેણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો.

ભરતની હત્યા કર્યા બાદ ધમાએ પ્રતાપભાઈને પણ ગુપ્તીનો ધા મારી દેતા તેમનું પણ સ્થળ પરજ મોત થયું હતું. બનાવ બાદ હત્યારો પોતાનું બાઇક લઇ નાશી છુટ્યો હતો. બન્ને મૃતદેહો ઉના સરકારી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા. ડબલ મર્ડરની ધટના બનતા ઉના પીઆઇ વી. એમ. ચૌધરી સહીતનો પોલીસ કાફલો ધટના સથળે પહોચી ગયો હતો. અને હત્યારા ભત્રીજાનું લોકેશન મેળવી ગણતરીના કલાકોમાંજ ઝડપી લીધો હતો. બનાવને પગલે હત્યારાના તેમજ મૃતકના સગા વ્હાલા હોસ્પીટલે ઉમટી પડ્યા હતા.ગીર સોમનાથના ઉના તાલુકાના ચાંચકવાડ ગામે સમીસાંજે ડબલ મર્ડર થયાની ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. જેમાં ભત્રીજાએ તેના સગા કાકા અને તેના પીતરાઇ ભાઇની ગુપ્તીના ઘા ઝીંકી હત્યા કરી છે. ડબલ હત્યા પાછળ ખેતરમાંથી રસ્તા કાઢવાના મનદુ:ખ બાબતે થઇ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ઘટનાના પગલે પોલીસ અઘિકારીઓ સ્ટાફ સાથે ચાંચકવાડ ગામે પહોચી ગયો છે. હાલ ખુની ખેલ ખેલનાર આરોપી ભત્રીજાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ડબલ મર્ડરની ઘટનાના પગલે પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

ઉના પંથક થયેલ ડબલ મર્ડરની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર આજે સાંજના સાડા છ આસપાસ તાલુકાના ચાંચકવાડ ગામ પાસે આવેલ હનુમાનજીના સુપ્રસિઘ્ઘ તપોવન મંદિર નજીક એકાએક લોહીયાળ જંગ ખેલાયો હતો. જેમાં ભત્રીજા ઘર્મેશ કેશુભાઇ રાણાવાયાને તેના સગા કાકા મેર પ્રતાપભાઇ રાજશીભાઇ રાણાવાયા, પીતરાઇ ભાઇ મેર ભરત પ્રતાપભાઇ રાણાવાયા સાથે ખેતરમાંથી પસાર થતા રસ્તાના ખેડાણ બાબતે બોલાચાલી શરૂ થઇ હતી અને જોત જોતામાં ઉશ્કેરાટમાં આવીને ભત્રીજા ઘર્મેશ ગુપ્તી વડે કાકા અને પીતરાઇ ભાઇ પર તુટી પડી આડેઘડ અસંખ્ય ઘા ઝીકી દીઘા હતા. હુમલામાં ગંભીર ઇજાગ્રસ્ત પીતા-પુત્રને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ઉના હોસ્પીટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે બંન્ને મૃત જાહેર કરી રસ્તામાં જ દમ તોડી દીઘો હોવાનું જણાવેલ હતુ. આ ઘટનાની જાણ થતા પોલીસ અઘિકારી સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ઘરી છે. આ ઘટનાના પગલે નાના એવા ગામ સહિત પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here