- દારુનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ
- જય ઉર્ફે જ્યલો બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને પોલીસે ઝડપ્યા
- 2.86 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ
સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારુનું વેચાણ અને હેરફેર કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જય ઉર્ફે જ્યલો બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. આ સાથે પોલીસે દારુ આપનાર ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો આરોપી જય બારૈયા જય જિમ્મીન નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચુક્યો છે. આ સાથે તે કાર લે વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે.
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ખુલ્લેઆમ દારૂ પીવાના અને દારૂ પકડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતની કાપોદ્રા પોલીસે એક દંપતીને 2. 86 લાખના દારૂ સાથે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે , સુરતની કાપોદ્રા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વરાછા આદર્શ નગરમાં રહેતા વિજય ભાણજીભાઈ બારૈયા તથા જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષી બેન કાપોદ્રા મુરઘા કેન્દ્ર પાસે આવેલ રવિ પાર્ક સોસાયટીમાં ખુલ્લા પ્લોટ માં એક કારમાં દારૂની હેરાફેરી કરે છે.
ડુપલીકેટ નંબર પ્લેટ લગાવી કારમાં વિદેશી દારૂની બોટલો કર્ણ દરવાજામાં ચોરખનામાં મૂકી ટુ-વ્હીલર માં દારૂના વેચાણ માટે હેરફેર કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે તપાસ કરતા જય ઉર્ફે જ્યલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓની તપાસ કરતા ટુ વ્હીલર ગાડી તથા બે ફોર વીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 1579 બોટલો મળી આવી હતી જેની કિંમત ₹2,86,808 રૂપિયા જેટલી થાય છે.
પોલીસે ડુપ્લીકેટ નબર પ્લેટ વાળી બે કાર અને એક મોપેડ અને અન્ય મુદ્દા માલ મળી 10,91,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જય ના ભાઈ વિજય અને દારૂનો મુદ્દા માલ આપનાર બે સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં એક અલગ જ ચોકાવનારી વિગતો સામે આવી હતી. જય બારૈયા ગુજરાતી ફિલ્મોમાં એક્ટર અને ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યો છે.
જય અને તેનો ભાઈ વિજય મને જુડવા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જય વિજયના નામથી ઓળખાય છે. આ સાથે જય પણ જય જિમી એક્ટર અને ડિરેક્ટર તરીકે જાણીતો છે. જય દ્વારા છેલ્લે અજીબ પ્રેમ છે તેવી એક ગુજરાતી શોર્ટ ફિલ્મમાં ડિસેમ્બર 2023માં એક્ટર તરીકે કામ કર્યું હતું. આ પહેલા ગેંગ ઓફ સુરત સહિતના ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અલગ અલગ ગુજરાતી સોંગ અને શોર્ટ ફિલ્મ પણ જય અને તેના ભાઈ વિજય દ્વારા ડિરેક્ટ પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ દંપત્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત ,નવસારી, વલસાડ, સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે. આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે તેના જોડવા ભાઈ વિજય સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય