Abtak Media Google News

લીફટ માંગી બાઇક ચાલકને માર મારી મોબાઇલની લૂંટ ચલાવી’તી

રાજુલા તાલુકામાં આઇ.ટી. આઇ. જવાના બહાને બાઇકમાં બેસી ચાલકને માર મારી મોબાઇલ લૂંટી લેવાન બનાવનો સ્થાનિક પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ટોળકીના એક શખ્સની ધરપકડ કરી અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રસુલશા અલ્લારખશા રફાઇ (ફકીર મુસ્લીમ) ઉ.વ.૧૯ ધંધો મજુરી રહે.હીડોરણા પ્રા.શાળા બાજુમા તા.રાજુલા જી.અમરેલી  વાળા એ એવા  મતલબ ની ફરિયાદ લખાવેલ કે તેઓ તા.૦૫/૦૯/૨૦૨૦ ના રોજ બપોરના આશરે સાડા બારેક વાગ્યાના સમયે પોતાનું  મોટર સાયકલ લઇને ડુંગર રોડ પર આવેલ ઈંઝઈં બાજુ કામ અર્થે જતા હોય ત્યારે રાજુલા રેલ્વે સ્ટેશન પાસે આવેલ પારસ નામની ચાની હોટલના પાછળના ભાગે પહોચતા ત્યા તેને બે અજાણ્યા છોકરાઓ મળેલ ફરિયાદીને ઈંઝઈં તરફ જતો હોવ તો લઈ જવાનું કહેતા ફરિયાદીએ તેમની મો.સા. પાછળ બેસાડેલ અને ઈંઝઈં તરફ જતા હોય ત્યારે ડુંગર રોડ પર આવેલ ફાટક પછી ઇંટુના ભઠ્ઠા પાસે આવાવરૂ જગ્યાએ આવેલ કાચા રસ્તે આરોપીઓએ ઉતરી જઈ ફરિયાદી પાસે ફોન કરવાના બહાને માંગતા ફરિયાદીના કહેતા ફરિયાદી પાસેથી મો.સા.ની ચાવી પરાણે આંચકી લઈ બે ત્રણ ઝાપટો મારી ફરિયાદીનો મોબાઇલ પણ ઝુંટવી લઇ ફરીને  ધકકો મારી નીચે પાડી દઇ મો.સા. તથા મોબાઇલ લઇ લુંટ કરેલ હોય જે રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૦૨૦૧૫૫૨  ઈપીકો કલમ -૩૯૪ વિ.  મુજબના ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ પો.ઈન્સ  આર. એમ. ઝાલા તથા પો. સબ. ઈન્સ. એચ. એચ. સેગલીયા તથા રાજુલા પોલીસ ટીમે વહેલી તકે આરોપી તથા મુદ્દામાલ શોધી લાવવા લુંટ અંગે પેટ્રોલીગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત લુંટના ગૂન્હાના નાગજી કમા બાબરીયાને મુદામાલ સાથે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

અમરેલી જિલ્લાની જાહેર જનતા જોગ

આમ આ બનાવ જાહેર જનતા માટે લાલબત્તી સમાન હોય પોતાના વાહનમાં આવી રીતે અજાણ્યા માણસોને મદદ કરવા બેસાડતા પહેલા સાવચેતી અને સાવધાની રાખવા અમરેલી પોલીસ તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.