- ડિંડોલીમાં થયેલ હ-ત્યાના આરોપીઓની ધરપકડ કરાઈ
- પોલીસે સુખલાલ ઉર્ફે સૂકો પાટીલ,હર્ષલ કોરી, અર્જુન યાદવ,પવન પાટીલની ધરપકડ
- 22 જેટલા ગુનાઓ મૃ*તક વિરુદ્ધ નોંધાયેલા છે
સુરત: ડિંડોલીમાં થયેલ હત્યાંના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, જગદંબા નગર ખાતે ગત રાતે ગણેશ વાઘની હ-ત્યા થઇ હતી. ગણેશ વાઘને 4 ઈસમોએ ઉપરા ઉપરી ચપ્પુના ઘા માર્યા હતા. તેમજ આરોપીઓએ ચોક્કસ ઇરાદેથી ચપ્પુ મારતા ગણેશનું ઘટના સ્થળે જ મોત નીપઝ્યું હતું. આ દરમિયાન પોલીસે સુખલાલ ઉર્ફે સૂકો પાટીલ,હર્ષલ કોરી, અર્જુન યાદવ,પવન પાટીલની ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગણેશને બહાનાથી ઘટના સ્થળે બોલાવી આરોપીઓએ હ-ત્યાને અંજામ આપ્યો હતો. તેમજ 22 જેટલા ગુનાઓ મૃતક વિરુદ્ધ નોંધાયેલા છે.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી જગદંબાનગર સોસાયટીમાં ગુરુવારે રાત્રે એક યુવકની નિર્મમ હ-ત્યા કરવામાં આવી છે. મૃતક ગણેશ વાઘ, જે અગાઉના એક હ-ત્યા કેસમાં આરોપી હતો, તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો.
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર, ગણેશ વાઘ ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુની હ-ત્યાના કેસમાં મુખ્ય આરોપી હતો. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હ-ત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ત્યારે DCP ભગીરથ ગઢવીના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પોલીસ હ-ત્યા મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય શખ્સો દ્વારા કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે.
ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે હ-ત્યામાં વપરાયેલા હથિયારો અંગે મહત્વની માહિતી આપશે. પોલીસે મૃતક દેવાના પરિવારજનો અને જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવાની યોજના બનાવી છે. ઘટના સમયે ગણેશ સાથે હાજર મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય