Abtak Media Google News

પ્રહલાદ પટેલનાં ભત્રીજા સહિત અન્ય ૬ લોકોની કરાઈ ધરપકડ

કેન્દ્રીય રાજયમંત્રી સ્વતંત્ર પ્રભાર પ્રહલાદ પટેલનાં પુત્ર પ્રબલ પટેલ અને તેમનાં ભત્રીજા મોનુ પટેલ સહિત ૭ લોકોની એક વ્યકિતને ગોળી મારવાનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ દ્વારા નરસિંહપુર જિલ્લાનાં ગોટેગાવ વિસ્તારમાં દાદાગીરી અને ગુંડાગીરી કરવામાં ખુબ જ જાણીતા હતા જે અંગે તેમનાં ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ગાળો અને મારપીટ કર્યા બાદ હત્યા કરવાનાં પ્રયાસ હેઠળ ૧૨ નામી અને ૮ અજ્ઞાત લોકો વિરુઘ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઈ કેન્દ્રીય મંત્રીએ તેમનાં દિકરા અને તેમનાં ભત્રીજા પર લગાવાયેલા આરોપને નકારી કાઢયા હતા અને પોલીસ દ્વારા તેમને જબરદસ્તી ફસાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.

તમામ આરોપીઓ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેન્દ્રીય મંત્રીનાં પુત્ર અને તેમનાં ભત્રીજા દ્વારા ગોટેગાવ વિસ્તારમાં એક લગ્નપ્રસંગથી પરત ફરતા બે વ્યકિતઓ સાથે વિવાદ થયો હતો જે બાદ બંને લોકો ભેગા થઈ તેમનાં સાથીઓને એકઠા કરી રાત સુધી તેમનાં ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. બંને પક્ષો વચ્ચે મારપીટ, ગાળો અને ગોળી ચલાવવામાં આવી હતી જે મુંઢભેડમાં આશરે ૭ લાખ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક યુવકને ગોળી પણ વાગી હતી. તમામ ઈજાગ્રસ્તોને જબલપુરની સ્વાયત હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. આ અંગે આઈ.જી. વિવેક શર્માએ પ્રબલ પટેલ સહિત ૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ગોટેગાવમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.

મુંઢભેડની ઘટના સોમવારે રાતનાં થઈ હતી. જેથી પોલીસ દ્વારા એફઆઈઆર દર્જ કરવામાં પણ ખુબ જ સમય લગાવ્યો હતો. આ ઘટનાની જાણ રેન્જ આઈજીને મધરાતે થઈ હતી જે બાદ રેન્જ આઈજીનાં આદેશ અનુસાર એફઆઈઆર દર્જ કરવામાં આવી હતી. નરસિંહપુર વિસ્તારનાં ધારાસભ્ય જાલમસિંહ પટેલે જણાવ્યું હતું કે, બંને જુથો વચ્ચે જે મારપીટ થઈ હતી તે વિવાદ ખુબ જ મામુલી હતો અને ખુબ જ સામાન્ય ઘટના પણ હતી જેને વધારવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.