Abtak Media Google News

ચાતુર્માસ પુર્ણ કરી ધંધુકાથી બોટાદ જતા મહાસતીજીનું રાણપુર શહેરમાં આગમન થતાં અહી જતીનભાઈ શેઠ પરીવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત જૈન સમાજના આગેવાનો દ્વારા જતીનભાઈ શેઠનું ભવ્ય સન્માન કરવામાં આવ્યુ. જતીનભાઈ શેઠ પરીવાર દ્રારા નવકારસી કરવામાં આવી.

રાણપુર શહેરમાં ગીબરોડ ઉપર આવેલ શ્રી મનુભાઈ એ.શેઠ સ્કુલ ખાતે પૂર્ણાબેન જતીનભાઈ શેઠ તથા જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર દ્વારા સરળ સ્વભાવી ગુરૂમાતા પૂ.સરોજબાઈ મહાસતીજીના સુશિષ્યાઓ તથા સૌમ્યમૂર્તિ પૂ.સુજાબાઈ મહાસતીજીના ગુરૂભગિનીઓ સ્વાધ્યાયપ્રેમી પૂ.સુધાબાઈ મહાસતીજી,પ્રવચન પ્રભાવિકા પૂ.જ્યોત્સનાબાઈ મહાસતીજી,તપસ્વી મીનાબાઈ મહાસતીજી,ઉત્સાહી પૂ.જાગૃતિબાઈ મહાસતીજી પધારતા તેમનું રાણપુર શહેરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ તકે મહાસતીજીઓ દ્વારા કંઈ રીતે જીવન જીવવુ જેના ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યુ હતુ.

આ સમયે જતીનભાઈ મનુભાઈ શેઠ પરીવાર દ્વારા નવકારસીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વસ્ત્રાપુર,લિંબડી,ધંધુકા અને ગઢડા ના જૈન સમાજના આગેવાનો દ્વારા જાણીતા ઉદ્યોગપતિ અને સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈના પ્રમુખ જતીનભાઈ મનુભાઈ શેઠ તથા પૂર્ણાબેન જતીનભાઈ શેઠ તથા મુકુંદભાઈ વઢવાણાનું ચાંદીનું નારીયેળ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે વસ્ત્રાપુર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ મહાસુખભાઈ શાહ,લિંબડી પાંજરાપોળના ઉપ.પ્રમુખ તથા સામાજીક આગેવાન નરેન્દ્રભાઈ શાહ, ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તથા કારોબારી સભ્યો,ગઢડા પાંજરાપોળના ટ્રસ્ટી બળવંતભાઈ શાહ તેમજ રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,રાણપુર શહેરના આગેવાન નરેન્દ્રભાઈ દવે સહીત રાણપુર સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજના આગેવાનો તેમજ જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.