શાળા-કોલેજમાં ફરી ‘માસ્ક’નું આગમન !!

છેલ્લા બે વર્ષથી કોરોના કાળ બાદ ર0રર ના પ્રારંભથી આ માસ સુધી હળવા વાતાવરણે જનતાની ફરી બેદરકારી દાખલવતા શહેરને રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થતાં શિક્ષણ વિભાગે આજથી શાળા કોલેજ માસ્ક ફરજીયાત કરાતાં રાજકોટ શહેરની શાળાઓમાં માસ્ક સાથે શિક્ષણ લેતા છાત્રો ‘અબતક’ ના કેમેરામાં કેદ થયા હતા.

આજે વહેલી સવારથી છાત્રોના મોઢે લો ફીર માસ્ક આ ગયા જેવા શબ્દો એકબીજા સાથે વાતચિતમાં સંભળાતા જોવા મળ્યા હતા. શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષકો સહિત સ્ટાફે પણ માસ્ક પહેરીને સાવચેતી રાખી હતી.