- હવે, આર્ટિફિશિયલ હાર્ટના કારણે દર્દીઓને મળશે નવી આશાનું કિરણ: સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો અધ્યાય આલેખાશે
આજે હૃદય રોગના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ વધારા પાછળ ઘણાં કારણો જવાબદાર છે, જેમાં મુખ્યત્વે જીવનશૈલી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત પરિબળોનો સમાવેશ થાય છે. પરંતુ હવે કૃત્રિમ હૃદય એક યાંત્રિક ઉપકરણ છે જે હૃદયની નિષ્ફળતાવાળા વ્યક્તિઓમાં હૃદયને બદલે છે. તે શસ્ત્રક્રિયા દ્વારા છાતીમાં મૂકવામાં આવે છે અને લોહીને શરીરના બાકીના ભાગમાં પમ્પ કરે છે. કૃત્રિમ હૃદયનો ઉપયોગ હૃદય પ્રત્યારોપણ માટે રાહ જોઈ રહેલા લોકો માટે જીવનરક્ષક ઉપચાર તરીકે થાય છે.રિસર્ચ કરનારાઓને હાલમાં એક ખૂબ જ અદ્ભૂત સફળતા મળી છે. એક વ્યક્તિનું હાર્ટ ફેઇલ થઈ ગયું હતું, અને રિસર્ચરોએ તેને આર્ટિફિશિયલ ટાઇટેનિયમથી બનાવેલું હાર્ટ લગાવ્યું, જેનાથી તે વ્યક્તિને નવું જીવન મળ્યું છે. આ વ્યક્તિની ઉંમર 40 વર્ષથી વધુ છે, અને તેને હાર્ટ ડોનર મળે ત્યાં સુધી તેના માટે આર્ટિફિશિયલ હાર્ટ લગાવવામાં આવ્યું હતું. આ હાર્ટ 100થી વધુ દિવસ સુધી કાર્યરત રહ્યું, અને એ દરમિયાન તે વ્યક્તિ એકદમ સાજો હતો અમેરિકા-ઓસ્ટ્રેલિયાની કંપનીએ બનાવ્યું આર્ટિફિશિયલ હાર્ટ ઇશટઅઈઘછ નામની અમેરિકન-ઓસ્ટ્રેલિયાની કંપની દ્વારા આ હાર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ રિસર્ચના નેતૃત્વ કરનાર પ્રોફેસર ક્રિસ હેવર્ડ કહે છે, ‘આ પ્રોજેક્ટ માત્ર ઓસ્ટ્રેલિયાના નહીં પરંતુ સમગ્ર દુનિયાના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં નવો મકામ સ્થાપિત કરશે.’ક્વીન્સલેન્ડમાં જન્મેલા ડોક્ટર ડેનિયલ ટિમ્સે ટોટલ આર્ટિફિશિયલ હાર્ટ ની શોધ કરી છે. આ હાર્ટ વિશ્વનું પ્રથમ એવું રોટરી બ્લડ પંપ છે, જેને ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. આ હાર્ટ માનવ હાર્ટને બદલી શકવાની ક્ષમતા ધરાવે છે અને રિપ્લેસમેન્ટ તરીકે કાર્યરત રહી શકે છે. ઇશટઅઈઘછ દ્વારા વિકસિત આ હાર્ટમાં માત્ર એક જ મોટર છે, જેને ચુંબકની મદદથી ચિપ્રિત કરવામાં આવ્યું છે, જેથી તે હવામાં સ્થિર રહી શકશે અને બ્લડનું સરક્યુલેશન સુનિશ્ચિત કરશે. આ હાર્ટ ટાઇટેનિયમથી બનાવવામાં આવ્યું છે અને તેમાં કોઈપણ વાલ્વ અથવા મિકેનિકલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે તેને વધુ ટકાઉ અને લાંબા સમય સુધી કાર્યરત બનાવે છે.આ હાર્ટ શારીરિક હાર્ટના બે પમ્પિંગ ચેમ્બરને પણ બદલી શકે છે. આ આર્ટિફિશિયલ હાર્ટ લાગુ કરનારા વ્યક્તિને આનો કોઈ અહેસાસ પણ ન થયો. તે સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવી રહ્યો હતો, જો આ સફળ થશે તો ઘણા દર્દીઓમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાશે.
અત્યાર સુધીની સિદ્ધિઓ
દુનિયાભરમાં અત્યાર સુધી ફક્ત છ આર્ટિફિશિયલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. છેલ્લા વર્ષમાં આ પૈકીના પાંચ ઓપરેશન અમેરિકામાં કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ડોનર મળ્યા હતા. અગાઉના રેકોર્ડ મુજબ, સૌથી વધુ સમય માટે આર્ટિફિશિયલ હાર્ટ સાથે જીવતો દર્દી માત્ર 27 દિવસ માટે રહ્યો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાની આ વ્યક્તિ 100થી વધુ દિવસ આ હાર્ટ પર નિર્ભર રહીને જીવી શક્યો હતો.
આ હાર્ટને કેમ ગેમ ચેન્જર માનવામાં આવે છે?
હાર્ટની બીમારી દુનિયાની સૌથી મોટી બીમારી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ, દર વર્ષે દુનિયામાં 18 મિલિયન લોકોના પ્રાણ હાર્ટની બીમારીને કારણે જતા રહે છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી લોકોના પ્રાણ બચી શકે છે, પરંતુ સૌથી મોટી મુશ્કેલી એ છે કે, નવા હાર્ટ એટલે કે ડોનરની જરૂર પડે છે. આ માટે યોગ્ય ડોનર મળવો અત્યંત મુશ્કેલ છે, અને હજારો લોકોમાં માત્ર થોડાકને તે માટે આશા મળે છે. ઓસ્ટ્રેલિયન સરકારના આંકડા મુજબ હાર્ટ ફેલ થવાના કેસમાં વધારો થયો છે. હવે દર વર્ષે દુનિયાભરમાં 23 મિલિયન લોકોના જીવ એના કારણે જાય છે, જે અગાઉ 18 મિલિયન હતા. આ આંકડાની સામે, ફક્ત 6000 દર્દીઓને જ હાર્ટ ડોનર મળે છે.જોકે, ઇશટઅઈઘછ આર્ટિફિશિયલ હાર્ટના કારણે દર્દીઓ માટે હવે નવી આશાની કિરણ