બોટાદ સંપ્રદાયના ગુરૂભગવંત શૈલેષમુનીના આજ્ઞાનુવર્તિ પ્રફૂલ્લાબાઇના શિષ્યા વિરતીબાઇ મહાસતીજીની આજે તા.2 ડિસે. પ્રભાતે 6:45એ જૈન સંઘના આંગણે આગમન થયું છે. અહીં 4 દિવસના રોકાણ દરમ્યાન ગુરૂભગવંતો ભાવિકોને દર્શન લાભ આપશે. આ સેવા કાર્યમાં નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીસીની સ્થાનકવાસી જૈન સંઘમાં નિમણૂંક આપી છે. ચંદ્રકાંતભાઇ શેઠના માર્ગદર્શન હેઠળ ટીમ સેવા કરશે. ગત ચાતુર્માસમાં પણ નયનાબેન મોદી અને રિધ્ધીબેન બાવીસીએ બેજોડ સેવા કરી હતી. ધર્મ કરણીમાં તપ – જપ, આયંબિલ, તપ એવમ દીક્ષાની સાંજી વગેરે આયોજનોમાં બહેનોની સંખ્યા વિશેષ હોય છે. બહેનોના નિષ્ઠાપૂર્વક સૂચારુ સંચાલનથી આરાધકોને અનુકૂળતા – સહકાર આપવાથી ધર્મ સ્થાનકોમાં આરાધકોની સંખ્યામાં વધારો થાય છે. ધર્મની સદ્દ પ્રવૃતિઓમાં કરવુ, કરાવવું અને અનુમોદનાનો લાભ મળે છે. શેઠ ઉપાશ્રય જૈન સંઘના ટ્રસ્ટી જીતુભાઈ બેનાણી, ઉપપ્રમુખ શૈલેષભાઈ માઉ તથા રોયલપાર્ક સ્થા.જૈન મોટા સંઘ-સી.એમ.શેઠ પૌષધશાળાના ઉપપ્રમુખ બિપીનભાઈ પારેખ, સહમંત્રી કેતનભાઈ શેઠ અને વિણાબેન શેઠ વિ. એ આ અવસરે ખાસ અનુમોદના કરેલ હતી.
Trending
- મોરબી : કોંગ્રેસ દ્વારા રેલી યોજી પાલિકા કચેરી ખાતે સદબુદ્ધિ હવન યોજી અનોખો વિરોધ
- લોકજાગૃતીના હેતુથી બેન્કના અધિકારીઓ સાથે લોન મેળાનું આયોજન ક૨તી અંજાર પોલીસ
- MG Cyberster લોન્ચ થવા પેલા બહાર આવી તેની જલક…
- દિવસની તાજગીભરી શરૂઆત હેલ્ધી પનીર મસાલા ઢોસા સાથે….
- Anjar: સગીરાને બિહારી શખ્સે બળજબરી કરી હોવાનો ખુલાશો, સગીરાએ બાળકને આપ્યો જન્મ
- મોરબી : મિલકતોના વેરા ન ભરનાર 18 જેટલા ડિફોલ્ટર મિલકત-માલિકોની યાદી જાહેર
- સુરત: બે યુવકો સાથે લગ્ન કરી પૈસા પડાવનાર લૂંટેરી દુલ્હન ફરાર
- પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ આચરનાર રાજ્યની વધુ 5 હોસ્પિટલ સસ્પેન્ડ