સુરત પહોંચ્યા દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, AAPના વિજય થયેલા કોર્પોરેટરો સાથે કરી ચર્ચા

ગુજરતમાં અમદાવાદ,રાજકોટ,વડોદરા,સુરત,ભાવનગર અને જામનગર સહિતી તમામ બેઠકો પર ભાજપની જીત તઈ છે. પરંતુ સુરત મહાનગરપાલિકામાં પ્રથમ વાર આમ આદમી પાર્ટી (AAP)એ 27 બેઠકો કબ્જે કરી છે. આમ આદમી પાર્ટીના ભવ્ય વિજય બાદ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સુરતની મુકતા આવ્યાં છે. વહેલી સવારે પહોંચા જ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

સાએમ અરવિંદ કેજરીવાલ સુરતના આપના વિજય થયેલા કોર્પોરેટર અને જેટલા પણ ઉમેદવારો આપ પક્ષ તરફથી ઉમેદવારી કરી હતી તેમની સાથે બેઠક યોજી હતી. તેમણે ચૂંટાયેલા કોર્પોરેટરોએ કયા પ્રકારની ભૂમિકા ભજવવાની છે એની વિસ્તૃત વાતચીત કરી હતી.

સીએમ અરવિંદ કેજરીવાલે ચૂંટાયેલા કોર્પોરેટરોને સૂચન કર્યું હતું કે, કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમની નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો. સત્તાધીશો એકપણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ન કરે એની ખાસ તકેદારી રાખજો. પ્રજાના પ્રશ્નોને જબરદસ્ત રીતે કોર્પોરેશનમાં ઉઠાવજો, લોકોને પ્રાથમિક સુવિધા મળે એના માટે 24 કલાક કાર્યરત રહેવાનું સૂચન કર્યું હતું.