Abtak Media Google News

Photo 2018 11 06 13 04 20 Copyરાજકોટ તેમજ સૌરાષ્ટ્ર આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના સાનિધ્યમાં બે દિવસમાં ત્રણ પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અષ્ટલક્ષ્મી હોમ એટલેકે નારાયણ પૂજા પહેલી વાર સૌરાષ્ટ્ર માં આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા યોજવામાં આવે છે.

આદિલક્ષ્મી, ધનલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વિજયલક્ષ્મી અને રાજલક્ષ્મી નો અદ્ભુત સમન્વય સમા અષ્ટલક્ષ્મી હોમ દ્વારા ધન, ધાન્ય, હિંમત, જ્ઞાન, સફળતા, સંતાન, સદભાગ્ય અને શક્તિ એમ આઠપ્રકારનો વૈભવ મેળવવા માટે અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે. આ ઉત્સવ ને લઈને સૌરાષ્ટ્રમાં અત્યારે આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. લોકો આતુરતાપૂર્વક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના સાનિધ્ય માં દીપોત્સવ નો લાભ લેવા માટે. રાહ જોઈ રહ્યાં છે.

દિવાળીના પાવન પર્વનિમિત્તે આવતીકાલે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી નું સવારે ૧૧.૦૦ કલાકે રાજકોટમાં આગમન શે અને સાંજે રાજકોટ ના હાર્દ સમા રેસકોર્સ મેદાનમાં અષ્ટલક્ષ્મી યજ્ઞ, દિવાળી પૂજન અને મહાસત્સંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નો લાભ સૌરાષ્ટ્રભરમાંથી એક લાખ કરતા પણ વધારે લોકો લેશે. વધુ માં વધુ લોકો ગુરુદેવની હાજરી યોજનાર આ ઉત્સવ નો લાભ લે તેવી આર્ટ ઓફ લીવીંગ પરિવારે અપીલ કરી છે.

રાજકોટ રેસકોર્સ મેદાનમાં આ કાર્યક્રમ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીચરો અને સ્વયંસેવકો રેસકોર્સ મેદાનમાં સેવા આપી રહ્યા છે. આવતી કાલે હજારો ની સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહેશે.

રાજકોટ આર્ટ ઓફ લીવીંગ પરિવારના દિપકભાઈ પંજાબી, ડો.વી.વી.દૂધાત્રા, નિલેશભાઈ ચંદારાણા, રાજેશભાઈ ત્રિવેદી, ભુપેન્દ્રસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ નથવાણી સહિતનાઓએ શ્રી શ્રી રવિશંકર સાથે ગોંડલ ભુવનેશ્વર મંદિરમાં દર્શનનો લાભ લઈ પૂજા-અર્ચના કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.