માતાજીની મહાઆરતી કરતા નરેન્દ્રભાઇ મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે ગઇકાલે ચોથા નોરતે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપી હતી. માતાજીની મહાઆરતીનો ધર્મોલાભ લીધો હતો. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉ5સ્થિત રહ્યા હતાં.