Abtak Media Google News

‘અબતક’ના મેનેજીંગ એડીટર સતીષકુમાર મહેતાને પોટ્રેટ અર્પણ કરાયું

 

અબતક, રાજકોટ

નાનપણથી ચિત્રકલા ક્ષેત્રે વિશેષરૂચી ધરાવતા જાણિતા આર્ટીસ્ટ નિખીલ ભાવસારે પોતાની કેરિયર ફોટોગ્રાર્ફ્સ તરીકે પણ ચિત્રકલામાં રસ-રૂચી હોવાથી તેઓ આર્ટીસ્ટ તરીકે પ્રખ્યાત થયા હતા. છેલ્લા 20 વર્ષથી વ્યક્તિ ચિત્રો (પોટ્રેટ)માં તેની માસ્ટરી છે. અત્યાર સુધીમાં 150થી વધારે મહાનુભાવોના ચિત્રો બનાવીને અર્પણ કરેલ છે. આ કલાકાર છેલ્લા દસકાથી જાણિતા કાર્ટૂનિષ્ટ સંજય કોરીયા અને આર્ટીસ્ટ તૃષાર પટેલનાં માર્ગદર્શન તળે સુંદર આર્ટવર્ક કરી રહ્યા છે.

શહેરમાં ટૂંકાગાળામાં મોટાગજાના ચિત્રકારની નામના મેળવનાર નિખીલ ભાવસારે આજે ‘અબતક’નાં મેનેજીંગ એડીટર સતીષકુમાર એસ. મહેતાનું પોટ્રેટ અર્પણ કર્યું હતું. ‘અબતક’ના આંગણે કલાકારને શુભેચ્છા સાથે અભિનંદન આપ્યા હતાં. પોતાનું સુંદર ચિત્ર

નિહાળીને સતીષકુમાર મહેતા પ્રભાવિત થયા હતા. આર્ટીસ્ટ ઘણા વર્ષોથી પોતાના ચિત્રો પ્રદર્શનમાં મૂકીને સારી ચાહના મેળવી છે.

મહાનુભાવોના ચિત્રોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ખજુરભાઇ (નિતીન જાની) કિર્તીદાન ગઢવી, ધીરૂભાઇ સરવૈયા, કલેક્ટર અરૂણ મહેશબાબુ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા તથા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ જેવા વિવિધ મહાનુભાવોનાં પોટ્રેટ બનાવ્યા છે.

લોકોના વ્યક્તિ ચિત્ર બનાવીને મિત્રો-વર્તુળમાં નામના મેળવ્યા બાદ આજે પણ મિત્રના જન્મદિવસે તેમના પોટ્રેટ ગીફ્ટ આપીને સખાધર્મનું પાલન કરે છે. લાઇવ સ્કેચમાં તેની માસ્ટરી પણ ધીમે-ધીમે કલા નીખરી રહી છે. પ્રદર્શનમાં પણ લાઇવ સ્કેચિંગ દ્વારા ઉગતા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે. સારી ફોટોગ્રાફી સાથે સારા વ્યક્તિ ચિત્ર બનાવતા આર્ટીસ્ટ નિખીલ ભાવસાર (84888 95881)ને શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

ડ્રોંઇગના શોખને કેળવીને નિખીલ ભાવસાર રેખા ચિત્રકાર તરીકે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પ્રસ્થાપીત થયા છે. આર્ટીસ્ટના હાથમાં ચિત્રકલાની જાદૂકલા સાથે નિખીલ ભાવસારે કૌશલ્ય કલાના કામણ પાથર્યા છે. તેઓ મહાનુભાવોના સ્કેચ બનાવીને તેમને ભેટ આપે છે. આર્ટીસ્ટના વિવિધ ગ્રુપો સાથે જોડાઇને તેના ઉત્કર્ષ, તાલિમ અને તેના પ્રદર્શનો પરત્વે સક્રિય કાર્ય કરીને કલાકારોમાં સારી ચાહના ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.