સૌરાષ્ટ્રના શાહબુદ્દીન રાઠોડ સહિત 6 કલાકારોને અમૃત એવોર્ડ અપાશે

રાષ્ટ્રીય સંગીત, નાટ્ય અકાદમી દ્વારા 86 કલાકારોની પસંદગી

આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સંગીત નાટય અકાદમી દિલ્હી દ્વારા તાજેતરમાં 86 કલાકારોને અમૃત એવોર્ડ એનાયત કર્યા છે. જેમાં પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર, હાસ્ય મર્મણ અને પદમશ્રી શાહબુદ્દીન રાઠોડ સહિત ગુજરાતના 6 મોટા ગજાના કલાકારોને પણ અમૃત એવોર્ડ એનાયત કરાયા છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન દશેના 86 જેટલાં મોટા ગજાના કલાકારોની ‘અમૃત એવોર્ડ’ માટે પસંદગી કરાઇ છે. રાષ્ટ્રીય સંગીત, નાટય અકાદમીની તાજેતરમાં મળેલી બેઠકમાં એવો નિર્ણય કરાયો હતો કે દેશના 75 વર્ષ કે તેથી ઉપરના અલગ અલગ ક્ષેત્રના કલાકારોને ‘અમૃત એવોર્ડ’ આપવા.

આ માટે દેશમાંથી સંગીત, નૃત્ય, નાટક અને લોકનૃત્ય ક્ષેત્રમાંથી અલગ અલગ 86 કલાકારોની પસંદગી કરાઇ છે. આ અંગે લોકકલાઓના સંશોધક, મર્મજ્ઞ વરિષ્ઠ એવા જોરાવરસિંહ જાદવનો સંપર્ક સાધતા તેમણે ગુજરાતમાંથી શાહબુદ્દીન રાઠોડ ઉપરાંત કૂચી પૂડી નૃત્યુ અમદાવાદના સ્મીતા રાજેશભાઇ શાસ્ત્રી, ખંભાળીયાના ડાયાભાઇ નકુમ -લોકકલા, અમદાવાદના જનક દવે (નાટક), મહેશ ચંપકલાલ (નાટક), શંકરભાઇ દ્રારાજિયાની પસંદગી કરવામાં આવી છે.