Abtak Media Google News

એનીમલ હોસ્ટેલમાં રહેતી ગૌ માતા નિભાવ ખર્ચ માટે સમસ્ત ગામ એક બન્યું

અબતક,કીરીટ રાણપરીયા

ઉપલેટા

કોરોનાના કાળના લાંબા વિરામ બાદ શહેરમાં આગામી તા. ર6 થી 5  સુધી ક્રિષ્નાગ્રુપ, નગરપાલિકા અને એનિમલ હોસ્ટેલના સંયુકત ઉપક્રમે ડી. ડી.જવેલર્સ અર્વાચીન દાંડીયા રાસનું ગૌ માતાના લાભાર્થે આયોજન કરતા સ્વયંભુ ગામ લોકો વિવિધ સામાજીક સંસ્થાઓ નવરાત્રીના ઉત્સવને ઉજવવા થનગનાટ થઇ રહ્યો છે.

સમાજ શ્રેષ્ઠીઓમાં શહેરના પ્રથમ નાગરીક મયુરભાઇ સુવા, પાટીદાર સમાજ શ્રેષ્ઠી અને એનીમલ હોસ્ટેલ ના પ્રમુખ પિયુષભાઇ માકડીયા, ઉપપ્રમુખ અને જાણીતા વેપારી અશોકભાઇ શેઠ પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા ડી.ડી. જવેલર્સ વાળા દેવેનભાઇ ધોળકીયા, લોહાણા સમાજ શ્રેષ્ઠી  નિલુભાઇ ગોધીયા, ક્રિષ્ના ગ્રુપના ભાવેશભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી જગુભાઇ સુવા, કારોબારી સમીતીના ચેરમેન જેન્તીભાઇ ગજેરા, પ્લાસ્ટીક એશો. રવિભાઇ માકડીયા, જાણીતા જરન્લીસ્ટ  ભરત રાણપરીયા, નગર સેવક મનોજભાઇ નંદાણીયા, જયેશભાઇ ત્રિવેદી, ક્ષત્રીય સમાજના હકુભા વાળા, ભાવેશભાઇ જેતાણી, ભગાભાઇ ડેર, કેતનભાઇ ડેડાણીયા, જગદીશભાઇ બારૈયા સહિત આગેવાનોએ જણાવેલ કે શહેરમાં વર્ષોથી રખડતા ઢોર નો પ્રશ્ર્ન હતો આ ઢોરને ભોગ અનેક રાહદારી બની ચૂકયા હતા

નગર પાલિકાદ્વારા એનીમલ હોસ્ટેલ બનાવામાં આવી હતી પણ નિભાવ ખર્ચના વાંકે આ ઢોરનો પ્રશ્ર્ન ઉકેલાનો નહોતો આજથી એક વર્ષ પહેલા પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા આ પ્રશ્ર્ન હાથ પર લઇ 700 જેટલી ગાયોના નિભાવ માટે જાણીતા ગૌ ભકત વલ્લભબાપા માકડીયાએ સ્થાપિત વડચોક ગૌ શાળાના પ્રમુખ પિયુષભાઇ માકડીયાએ જવાબદારી ઉપાડતા આ કાર્ય આગળ વધતા આજે શહેરમાં રખડતા ઢોરમાં પ્રશ્ર્નો અંત આવી ગયેલ 700 જેટલી ગાયો આજે એનીમલમાં રાખવામાં આવેલ છે ત્યારે આ ગાયોના નિભાવ માટે ગ્રામજનો ઉપર કોઇ વધારાના કરબોજના પડે તે માટે પાલિકા પ્રમુખ મયુરભાઇ સુવા સહીત વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ ગામની વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા સામાજીક સેવા કાર્ય કરી આ ગૌ માતાના નિભાવ ખર્ચ ઉઠાવી લેવા આગળ આવી.

વિજેતા કિંગ અને ક્વિનએ એકટિવા વ્હીકલ આપી નવાજવામાં આવશે

ડી.ડી. જવેલર્સ અર્વાચીન દાંડીયા રાસનું 10 દિવસ માટે આયોજન

આગામી તા. ર6 સપ્ટેમ્બર થી પ ઓકટોબર 10 દિવસ માટે શહેરના બાવલા ચોકમાં વિવિધ લક્ષી વિનય મંદિરના ગ્રાઉન્ડમાં ભવ્યતી ભવ્ય રીતે ડી.ડી. જવેલર્સ 2022 નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. ઇન્ટરનેશનલ સિંગર્સ જયેશ ગોડલીયા અને નયના ચાવડા ક્રિષ્ના ગ્રુપનું સુપર્બ આયોજન આકર્ષણ લાઇટીંગ પ્રસ્તુત, ક્રીમ પબ્લીક અને શ્રેષ્ઠ ખેલૈયાઓ સથવારે સતત 10-10 દિવસ સુધીમાં જગદંબાના નવલા નોરતાની ઉજવણી કરવામાં આવશે આ નવરાત્રી મહોત્સવમાં દરરોજ વિજેતા થનાર કિંગ અને કવિન સહીત ખેલૈયાઓને ગ્રીફટ તેમજ મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવશે જયારે અંતિમ દિવસે મેગા ફાઇનલમાં વિજેતા થનાર કિંગ અને કવિનને એકટિવા મોટર સાઇકલ તેમજ અન્ય વિજેતાઓને રોકડ પુરસ્કાર વિવિધ ઇનામોથી નવાજવામાં આવશે આ નવરાત્રી મહોત્સવ માત્ર ગૌ માતાના લાભાર્થે યોજવામાં આવેલ છે.

સીઝન પાસ માટે ડી.ડીફ. જવેલર્સ, રાજમાર્ગ વી.પી. આંગડીયા શેઠ શોપીંગ, અલંકાર નોવેલ્ટી કટલેરી બજાર મીઠાઇ ઘર વડચોક રાજમાર્ગના સંપર્ક કરવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

આયોજકોનું શહેરીજનોને નમ્ર નિવેદન

ડી.ડી. જવેલર્સ દાંડીયા ઉત્સવ ગૌ માતાના લાભાર્થે કરવામાં આવેલ હોવાથી કોઇપણ વ્યકિત કે આગેવાનોએ ફ્રી એન્ટ્રી પાસ માટે વિનંતી કરવી નહિ ટીકીટ લઇને એન્ટ્રી કરવાથી ગૌ માતાને દાન આપ્યા બરાબર ગણાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.