- મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરાયું
- હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની 9 ટીમોએ લીધો ભાગ
- સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ રહ્યા ઉપસ્થિત
દેશભરના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે સાથે જ પોતાના અંદર પડેલી ક્ષમતા મુજબની રમતો રમી ફિટ રહે માટે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કે. એન. શાહ હાઈસ્કૂલના મેદાનમાં ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની 9 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
અનુસાર માહિતી મુજબ, ફીટ ઈન્ડિયા ખેલ મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે, દેશભરના ખેલાડીઓને પ્લેટફોર્મ મળે સાથે જ પોતાના અંદર પડેલી ક્ષમતા મુજબની રમતો રમી ફિટ રહે માટે ખેલ મહાકુંભ યોજવામાં આવી રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત હેન્ડબોલની રમતનું આયોજન કરવામાં આવ્યું, શહેરની કે. એન. શાહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલી હેન્ડબોલની રમતમાં મધ્ય ઝોનની 9 ટીમોએ ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ ખાસ ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
રમશે ગુજરાત, જીતશે ગુજરાત અંતર્ગત યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં જોડાઈ ને પોતાની પ્રતિભા બહાર લાવતા હોય છે ત્યારે આવા ખેલાડીઓ માટે રમતગમત વિભાગ દ્વારા તમામ સુવિધાઓ સાથે સુંદર વ્યવસ્થા અને તૈયારી કરીને ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે.