અરવિંદ કેજરીવાલે સોમનાથ દાદાના શરણોમાં ઝૂકાવ્યુ શીશ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. આજથી ફરી કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

સોમનાથ મહાદેવના દર્શનાર્થે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સોમનાથ મહાદેવના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બન્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ તેઓને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરેલ હતું.

તેઓએ યાત્રિ પ્રતિભાવ બુકમાં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે ‘સોમનાથ મંદિર માં આવી બહું શાંતિ મળે છે, દેશની તરક્કી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ મેનેજમેન્ટ નો વ્યવસ્થા અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો’