Abtak Media Google News

અંતે આર્યનને જામીન મળ્યા… ક્રુઝ ડ્રગ્સ કેસમાં કિંગખાનના ‘લાડલા’ સહિત ત્રણ આરોપીઓને જામીન મળી ગયા છે. આર્યન ખાનના જામીન પર બોમ્બે હાઈકોર્ટમાં આજરોજ સતત બીજા દિવસે સુનાવણી કરવામાં આવી છે. 25 દિવસ બાદ આર્યન ખાનનો જેલમાંથી છુટકારો થયો છે. શાહરૂખ ખાન, ગૌરી ખાનની ‘મન્નત’ પુરી થઈ છે.

જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન ASG અનિલ સિંહ, જસ્ટિસ નીતિન સાંબ્રે NCB વતી જામીનનો વિરોધ કરી રહ્યા છે. કોર્ટમાં તેમની સાથે એડવોકેટ શ્રીરામ શ્રીસત પણ હાજર હતા. આર્યનના વકીલ મુકુલ રોહતગી અને સતીશ માનશિંદે પણ કોર્ટમાં હાજર રહ્યા છે.

બોમ્બે હાઈકોર્ટ સમક્ષ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો- એનસીબીએ કહ્યું કે આર્યન ખાન ઘણા વર્ષોથી ડ્રગ્સનું સેવન કરે છે. એવું નથી કે તે દિવસે ક્રુઝ પાર્ટીમાં તેણે પહેલીવાર સેવન કર્યું. NCB પાસે પુરાવા છે કે આર્યન ડ્રગ્સની વ્યવસ્થા કરતો હતો. એએસજીએ જામીનનો વિરોધ કરતા કહ્યું કે આર્યન ખાન પાસે ડ્રગ્સનો જથ્થો હતો, તે સારી રીતે જાણતો હતો કે તેના મિત્ર અરબાઝ પાસે ચરસ છે અને તે બંને માટે હતું.

જણાવી દઈએ કે આર્યનની સાથે કોર્ટે આ કેસમાં અન્ય બે આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા છે. મુકુલ રોહતગીના જણાવ્યા અનુસાર આર્યન, અરબાઝ અને મુનમુન ત્રણેયને જામીન મળ્યા બાદ આવતીકાલે અથવા બીજા દિવસે મુક્ત કરવામાં આવશે. અગાઉ આર્યન ખાન તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે, આ કેસમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે પુરાવામાં કોઈ ખાસ રિકવરી થઈ નથી. આર્યનની ધરપકડ એનસીબીએ ખોટી રીતે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.