Abtak Media Google News

નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ એનડીપીએસ કોર્ટમાં રજુ કરેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ ન નીકળ્યું

શાહરૂખ ખાનના પુત્ર આર્યનને મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. આર્યન ખાનને કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ શુક્રવારે એનડીપીએસ કોર્ટમાં આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી. ડ્રગ્સના કેસમાં આર્યન સામે કોઈ પુરાવા મળ્યા નથી.

2 ઓક્ટોબરે એનસીબી દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.

એનસીબીના ડીડીજી સંજય કુમાર સિંહ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આર્યન અને મોહક સિવાય તમામ આરોપીઓ પાસેથી માદક દ્રવ્યો મળી આવ્યા છે. એનસીબી અધિકારીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ 14 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવી રહ્યો છે. પુરાવાના અભાવે બાકીના 6 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી રહી નથી.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં લગભગ 2 મહિના પહેલા એનસીબીએ એક રિપોર્ટ મોકલ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેની પાસેથી કોઈ ડ્રગ્સ મળી નથી અને ન તો આ કેસમાં તેની કોઈ લેવડ-દેવડ થઈ છે.પરંતુ હવે આમાં વધુ એક મહત્વની માહિતી સામે આવી રહી છે .

કોર્ડેલિયા ક્રૂઝ શિપ ડ્રગમાં આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાના અહેવાલ પર, સીટ ચીફ અને એનસીબી ડીડીજી સંજય સિંહે કહ્યું છે કે, ‘આ કહેવું ઘણું વહેલું છે કે આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તપાસ હજુ ચાલુ છે, અનેક નિવેદનો નોંધવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી યોજાઈ રહી હતી અને તે દરમિયાન આર્યન ખાનની અટકાયત કરવામાં આવી હતી. આ પછી આર્યનને લગભગ 28 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. આ કેસ પછી આર્યનનો પાસપોર્ટ પણ જમા કરાવવામાં આવ્યો હતો કારણ કે તે જામીનની શરતોમાંની એક હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.