આર્યનખાન ડ્રગ કેસ: કિંગખાનના “મન્નત” પર ત્રાટકશે NCB..?

કલાકરો ડ્રગના રવાડે ચડતા હોય છે અને જાણે આ એક ટ્રેન્ડ બની ગયો હોય તેમ હવે સ્ટાર કિડ્સ પણ હવે ડ્રગના રવાડે ચડી ગયાનું જાણવા મળે છે. શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે તેને એક દિવસ માટે એનસીબીની કસ્ટડીમાં મોકલ્યો છે. આર્યન ૪ ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં રહેશે. એનસીબીએ ગઈકાલે દાવો કર્યો હતો કે તેની પાસે મુંબઈ કિનારે ક્રુઝ જહાજમાંથી પકડાયેલા ડ્રગ કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને ડ્રગ સ્મગલર સહિત પકડાયેલા ત્રણ આરોપીઓ વચ્ચેના સંબંધો દર્શાવવા માટે અમારી પાસે પુરાવા છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં હજુ પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે અને મોટી ધરપકડ થવાની અપેક્ષા છે. આ સાથે જ મુંબઈમાં પકડાયેલા આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, ધરપકડની પ્રક્રિયા બાદ એનડીપીએસ એક્ટમાં દરેક આરોપીઓના ઘર પર સર્ચ ઓપરેશનની પણ જોગવાઈ છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે શું સુપરસ્ટાર શાહરૂખ ખાનની મુંબઈ સ્થિત મન્નતમાં NCB સર્ચ ઓપરેશન હાથ ધરાશે..??

કિંગખાનના પુત્ર આર્યને એનસીબીના ‘ઠામ’માં ભોજન કર્યુ
શાહરૂખ ખાનનો પુત્ર આર્યનનો સૌથી નજીકનો મિત્ર અરબાઝ મર્ચન્ટ ડ્રગ્સ લાવતો હતો, તે સ્થળની NCBને માહિતી મળી છે. NCB એ અત્યાર સુધી 8 લોકોને ક્રૂઝમાંથી કસ્ટડીમાં લીધા છે. રવિવારે આર્યને એનસીબીના ‘ઠામ’માં જે ભોજન કર્યુ હતું. તેના માટે બહારના ભોજન પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પકડાયેલા અન્ય આરોપી શું કરે છે..?
પકડાયેલા આરોપીઓમાં મુનમુન ધામેચા દિલ્હીની શ્રેષ્ઠ મોડેલ છે જેણે એક મોટી બ્રાન્ડ માટે મોડેલિંગ કર્યું હતું અને તે ચરસનું સેવન કરતી હતી. અન્ય એક ઈશ્મિત દિલ્હીના મોટા ઉદ્યોગપતિ છે. આ ઉપરાંત મોહક જયસ્વાલ પણ દિલ્હીનો મોટો બિઝનેસ છે. ધરપકડ કરાયેલ ગોમીત ચોપરા જાણીતા હેરસ્ટાઇલિસ્ટ છે અને દિલ્હીના યોજના વિહારના રહેવાસી છે. ગોમીતની માતા પણ ગઈકાલે મુંબઈ એનસીપી કાર્યાલયમાં તેના પુત્રને મળી હતી. આરોપી વિક્રાંત દિલ્હીની એક ખાનગી કંપનીમાં પ્રોડક્ટિવિટી હેડ તરીકે કામ કરે છે. બીજી તરફ, આરોપી સજીતા નૂપુર દિલ્હીની વેપારી છે.