Abtak Media Google News

વંથલી પંથકમાં ધોધમાર વરસાદથી કેરી સહિતના પાકને પારવાર નુકશાની: પંચમહાલના શહેરોમાં સવા ઇંચ પાણી પડયું: હજી ત્રણ દિવસ કમોસમી વરસાદ પડશે

દાહોદ જિલ્લામાં બે, વડોદરાના પાદરામાં એક, સાંબરકાંઠાના ભિલોડામાં એક અને ડાંગમાં એક વ્યકિતને ભરખી જતી વિજળી

રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોજીક સરકયુલેશનની અસરના કારણે છેલ્લા ચાર દિવસથી સતત રાજયના અલગ અલગ વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હજી ત્રણ દિવસ માવઠાનું જોર રહેશે. છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 38 જિલ્લામાં હળવા છાંટાથી લઇ સવા ઇંચ વરસાદ વરસી ગયો હતો. વંથલી અને ઉપલેટા પંથકમાં કરા સાથે વરસાદ પડવાના કારણે પાકને પારાવાર નુકશાની થવા પામી હતી. વીજળી પડવાના કારણે શુક્રવારે રાજયમાં એક જ દિવસમાં પાંચ વ્યકિતના મોત નિપજયા હતા જેમાં દાહોદ જિલ્લામાં બે વ્યકિત, સાંબરકાંઠા જિલ્લાના ભીલોડામાં એક, વડોદરાના પાદરા વિસ્તારમાં એક અને ડાંગ જિલ્લામાં એક વ્યકિતનું મોત નિપજયુ: છે.

આજે અમરેલી, ભાવનગર, કચ્છ ઉપરાંત બનાસકાંઠા, સાંબરકાંઠા, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી આપવામા આવી છે કમોસમી વરસાદના કારણે રાજયમાં અલગ અલગ વિસ્તારોમાં વિજળી પડવાથી પાંચ વ્યકિતઓના મોત નિપજયા છે. જુનાગઢના વંથલી પંથકમાં કરા સાથે વરસાદ પડવાના કારણે પાકને પારાવાર નુકશાની થવા પામી છે. ઉપલેટાના લાઠ પંથકમાં પણ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 38 તાલુકામાં વરસાદ પડયો છે.

સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં સવા ઇંચ પાણી પડયું હતું. આ ઉપરાંત વડોદરામાં ર9 મીમી, માલપુરમાં ર1 મીમી, ડેડીયા પાડામાં 16 મીમી, સુબીરમાં 1પ મીમી, મેઘરજમાં 1પ મીમી, કવાંટમાં 14 મીમી, વિજયનગરમાં 13 મીમી, વંથલીમાં 1ર મીમી, સંજેલીમાં 1ર મીમી,ધનસુરામાં 11 મીમી, થલોરમાં 11 મીમી, ડાંગમાં 7 મીમી, ભુજમાં 7 મીમી વરસાદ પડયો હતો જયારે સંતરામપુર, મોરવાહડફ, જાલોદ, ભાવનગર, સિંધવડ, ખાનપુર, સાગબારા, નખત્રણા, ગોધરા, પાદરા, પ્રાંતિજ, ભીલોડા, છોટા ઉદેપુર, જેતપુર , પાળી, વિરપુર, કડાણા, માણસા, મોડાસા, ઘોઘામ્યા, ફતેપુરા, દેવગઢ વારિયા અને ખેડબ્રહ્મામાં વરસાદ પડયો હતો.

આગામી 20મી માર્ચ સુધી રાજયમાં કમૌસમી વરસાદનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમીનું જોર વધશે. શુક્રવારે રાજયમાં આકાશમાંથી આફત સાથે મોત પણ ઉતયું હતું. રાજયમાં વિજળી પડવાથી પાંચ વ્યકિતના મોત નિપજયા હતા.

ઉપલેટાના લાઠમાં એક ઇંચ વરસાદ ખાબકયો

ઉપલેટા તાલુકાના લાઠ ગામે એકાદ ઇંચ વરસાદ પડી જતા ખેડુતોને નુકશાન થવા પામ્યું છે. તાલુકામાં છેલ્લા બે દિવસ થયા વાતાવરણમાં છાશવારે પલ્ટો આવતો હતો ગઇકાલે તાલુકાના લાઠ ગામે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ચારક વાગ્યાની આસપાસ વરસાદ કરા સાથે એક ઇંચ જેવો પડી જતા ખેડુતોને પાકમાં ઘણી નુકશાની આવી હતી. હાલમાં ખેતરમાં જીર, ચણા, ઘંઉ, ધાણા સહિતના પાકો તૈયાર થઇ ખેતરમાં પડયા હોય છે. ત્યારે અચાનક વરસાદ વરસના ખેતરમાં પડેલ પાકમાં ભારે નુકશાની થયેલ હતી. આ અંગે ગામના સરપંચ પૃથ્વીસિંહ જાડેજાએ જણાવેલ કે વરસાદ પડવાથી ખેડુતોમાં ખેતરમાં પડેલા પાકમાં ભારે નુકશાન થયેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.