ભારતમાં કેસ વધતા બ્રિટને લીધો આ કપરો નિર્ણય

0
35

દેશમાં કોરોના વાયરસે વધુ ગંભીર સ્થિતિ ઉપજાવી છે. કેસમાં અવિરત ઉછાળો થતા યુનાઇટેડ કિંગડમે ભારતને રેડ લિસ્ટમાં(લાલ સૂચિ) મૂક્યું છે. એટલે કે હવે ભારતમાં છેલ્લા 10 દિવસથી રહેલા લોકો યુનાઈટેડ કીગડમ, બ્રિટન, લંડન જઈ શકશે નહીં. આવા લોકો માટે યુકેએ દરવાજા વાંકી દીધા છે. તો આ સાથે જ બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોહનશન જે 25મી એપ્રિલે ભારત આવવાના હતા તે પ્રવાસ ફરી રદ કરી દેવામાં આવ્યો છે. બોરિસ જ્હોનશન હવે વડાપ્રધાન નરેન્દ્રમોદી સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે.

બ્રિટન દ્વારા ભારતને જે રેડ લિસ્ટમાં મુકવામાં આવ્યું છે તે નવા નિયમો મુજબ ભારતથી આવતા તમામ મુસાફરો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, યુકે અને આઇરિશ રહેવાસીઓ કે જેઓ પાછલા 10 દિવસથી ભારતમાં છે તેઓને યુકે પરત ફર્યા પછી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ક્વોરેન્ટાઇન હોટલમાં ફરજિયાતપણે 10 દિવસ રોકાવું પડશે. આ નવા નિયમો 24 એપ્રિલથી અમલમાં આવશે. બ્રિટનના આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે કહ્યું કે અમે ભારતને રેડ લિસ્ટમાં ઉમેરવાનો મુશ્કેલ પરંતુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનો અર્થ એ કે કોઈપણ કે જે યુકે અથવા આઇરિશ રહેવાસી નથી અથવા બ્રિટિશ નાગરિક નથી તેમજ પાછલા 10 દિવસોમાં ભારતમાં હોય તો તે યુકેમાં પ્રવેશ કરી શકે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here