Abtak Media Google News

પ્રારંભે ‘ગ્લેમરસ સ્ટાર’ તરીકે ગણાયા બાદમાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વિવિધ ભૂમિકા ભજવી: સેન્સર બોર્ડના પ્રથમ મહિલા ચેરપર્સન અને સિને આર્ટીસ્ટ એસોસિએશનના અઘ્યક્ષ પણ હતા

મૂળ ભાવનગર પાસેના મુવાના મુળ વતની આપણાં ગુજરાતની આન-બાન અને શાન સમી જયુબેલી ગર્લ આશા પારેખને દેશનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત આજે થવાનો છે. ત્યારે તેના ચાહકો જુની ફિલ્મોના ચાહકોમાં આનંદનો અવસર છે. મા-બાપના જીવનમાં નવી આશા લઇને આવી હોવાથી તેનું નામ ‘આશા’ પાડયું હતું. તેમનો જન્મ ર ઓકટોબર  1942ના રોજ થયો હતો. આજે તેઓ 80 વર્ષે પણ એકલા પણ આનંદમય જીવન પસાર કરી રહ્યા છે. સાથી અભિનેત્રી વહિદા રહેમાન, વેજયંતિ માલા, હેલન વિગેરે સાથે પ્રવાસ પિકનીક પણ માણતી તસ્વીરો સોશિયલ મિડીયામાં ઘણી વાયરલ થઇ છે.

જયુબેલી ગર્લથી શરુ કરીને આજે દાદા સાહેબ ફાળકે એવોર્ડ સુધીની સુનહરી સફર આશા પારેખની સફળતા છે. પ્રારંભે ગ્લેમરસ સ્ટાર તરીકે ગણાયા બાદ એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે વિવિધ ભૂમિકા ભજવી હતી. આજે પણ સતત વ્યસ્ત રહેતા આશા પારેખની ફિલ્મી યાત્રા બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘મા’ થી થઇ હતી. આ ફિલ્મ 1952માં રજુ થયા બાદ માત્ર 17 વર્ષની વયે જ 1959માં ‘દિલ દે કે દેખો’ ફિલ્મમાં જાણિતા કલાકાર શમ્મીકપુરની હિરોઇન તરીકે ચમકી હતી. આ ફિલ્મ બાદ બીજા જ વર્ષે આવેલી ફિલ્મ ‘તુમસા નહી દેખા’ જબ્બર હીટ નીવડી હતી. તેઓ ફિલ્મ સેન્સર બોર્ડના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે અને સિને આર્ટીસ્ટ એસોસિએશનના અઘ્યક્ષ પણ રહી ચુકયા છે.

1 2 11

આશા પારેખની ડાન્સ પ્રતિમા જોઇનેએ જમાનાના જાણિતા કલાકાર પ્રેમનાથે તેની પ્રશંસા કરીને જાણીતી અભિનેત્રી બિના રોય, નિમ્મી અને મધુબાલાની હાજરીમાં તેનો ડાન્સ શો યોજયો હતો. પ્રથમ ફિલ્મથી જ તેની અને શમ્મી કપુરની જોડી જામી ગઇ હતી. આશા પારેખને સ્ટાર બનાવવામાં અભિનેતા અમીરખાનના કાકા નાસિર હુસેનનો બહુ મોટો ફાળો રહ્યો હતો. તેમણે નિર્માણ કરેલી દિલ દે કે દેખો, જબ પ્યાર કિસી સે હોતા હૈ, તીસરી મંજીલ, ફિર વહી દિલ લાયા હું, પ્યાર કા મૌસમ, કારવા અને બહારો કે સપને જેવી સાત બ્લોક બસ્ટર ફિલ્મો આપી હતી.

આશા પારેખની અભિનય ક્ષમતાને રાજખોસલાએ નિખાર આપીને તેની અંદર રહેલી કલાને બહાર લાવીને દો બદન (1966), ચિરાગ (1969) અને 1978માં આવેલી ‘મે તુલસી તેરે આંગન કી ’ જેવી ફિલ્મોને સફળતા અપાવી હતી. આ બધી ફિલ્મો બાદ તેની અગાઉની સફળ ફિલ્મો ઉપરાંત વિવિધ રોલમાં આશા પારેખ જોવા મળતા તેના ચાહકોની સંખ્યા વધવા લાગી હતી. જો કે આજ નિર્માણએ 1971માં હિટ ફિલ્મ ‘મેરા ગાંવ મેરા દેશ’માં એક અલ્લડ ગ્રામ્ય ક્ધયાનો રોલ આપ્યો હતો. ફિલ્માં ધર્મેન્દ્ર અને વિનોદખન્ના સાથે તેમની સુંદર અભિયન શકિત બતાવી હતી.

1 7 2

જાણિતા નિર્માતા શકિત સામંતાએ બે સફળ ફિલ્મોમાં 1970માં બોલીવુડમાં તહલકો મચાવ્યો હતો. એક હિરોઇન પ્રધાન ફિલ્મ રાજેશ ખન્ના સાથેની ‘કટીં પતંગ’ હતી અને બીજી ‘પગલા કહીં કા’ જેના ગીતો આજે પણ રીમીકસ થઇને સાંભળવા મળે છે. માતાના મૃત્યુ સમયે શમ્મી કપૂરે આશાની સંભાળ રાખવાનું વચન આપેલ હતું. આટલી સફળ કારકિર્દી હોવા છતાં તેમણે આ જીવન લગ્ન કર્યા નથી. આજે છેલ્લા 1ર વર્ષથી કેમેરાથી દૂર પોતાના નિજાનંદની જીંદગી જીવી રહ્યા છે.

તેમની ફિલ્મયાત્રા બાળ કલાકાર તરીકે 1952માં ‘મા’ ફિલ્મથી થઇ હતી: માત્ર 17 વર્ષની વયે 1959માં ‘દિલ દેકે દેખો’ ફિલ્મમાં પ્રથમવાર શમ્મીકપૂરની હિરોઇન તરીકે ચમકી હતી: તેમની બીજી જ ફિલ્મ ‘તુમસા નહી દેખા’ જબ્બર હીટ રહી હતી

1960 ના દશકાની સૌથી વધુ પ્રખ્યાત અભિનેત્રી આશા પારેખ હતી. આજની ર1મી સદીમાં પણ યુવા વર્ગ તેના ગીતો સાંભળે છે. આશા પારેખે તેના જીવનમાં સતત સફળતાનો આનંદ માણ્યો છે. 1970માં આવેલી ‘કટી પતંગ’ ફિલ્મ તેના જીવની માઇલ સ્ટોન હતી. 60 થી 70 દાયકામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી વધુ ફિ લેતી હિરોઇન ગણાતી હતી. હિરો કરતા પણ તેની ફિ ઉંચી હતી. 80 સુધી તેમની પાસે અઢળક કામ હતું. બોકસ ઓફીસ પર તેની સતત હિટ ફિલ્મોને કારણે તેને જયુરેલી ગર્લ કહેતા હતા.

આશા પારેખ ને ઘણા એવોર્ડ મળ્યા હતા. 1971 માં આવેલી કટી પતંગમાં બેસ્ટ એકટ્રસ, મે તુલ સી તેરે આંગન કી અને ઉધારકા સિંદુર ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી સાથે 1992 માં પદમશ્રી, 2006માં ફિલ્મ એકેડમી એવોર્ડ, 2007 માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ અને આજે સૌથી મોટો ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ એનાયત થયો છે. બાળ કલાકાર તરીકે મા અને બાપ બેટી જેવી બે ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેઓ માતા-પિતાનું એક માત્ર સંતાન હોવાથી લાડકોડમાં ઉછેર થયો હતો. માતાના આગ્રહન કારણે નાનાપણથી જ શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી અને અનેક ડાન્સ કાર્યક્રમો કર્યા હતા.

16 વર્ષની વયે વિજય ભટ્ટની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’ માં સ્ટાર મટીરીયલ્સ ન હોવાને કારણે આશા પારેખને રીજેકટ કરી હતી, જો કે એક વર્ષ બાદ જ ’દિલ દે કે દેખો’ માં સફળ અભિનેત્રી બની ગઇ હતી. 21 વર્ષ તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કામ કર્યુ. 1990 થી પોતાની ‘આકૃતિ’ ફિલ્મ નિર્માણ કંપની દ્વારા ટી.વી. ધારાવાહિક કોરા કાગઝ, પલાશ-એક ફૂલ, દાલ મે કાલા જેવી શ્રેણી નિર્માણ  કરી હતી. ગુજરાતી ફિલ્મ કંકુ પગલા અને અખંડ સૌભાગ્યવતીમાં અભૂતપૂર્વ સફળતા મળી હતી. મુંબઇની એક હોસ્પિટલનું નામ તેમના નામથી રખાયું છે.

આજે આશા પારેખને ફિલ્મ ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર ‘દાદા સાહેબ ફાળકે’ એવોર્ડ એનાયત

તેમણે દિલીપકુમાર, મનોકુમાર, જોય મુખરજી, દેવાનંદ, શમ્મીકપુર, સુનિલ દત્ત જેવા વિવિધ જાણીતા કલાકારો સાથે શ્રેષ્ઠ ફિલ્મો આપી જે આજે પણ જોવા મળે છે. તેમની સફળ ફિલ્મોમાં ઘુંઘટ, ધરાના, છાયા, અપના બના કે દેખો, ઉપકાર, જીદ્દી, મેરેસનમ, તીસરી મંજીલ, લવ ઇન ટોકયો, આપે દિન બહાર કે, શિકાર, ક્ધયાદાન, પ્યાર કા મૌસમ, આયા સાવન ઝુમકે, પગલા કહીંકા, કારવા, હિરા, કાલીયા અને બુલોંદ જેવી ફિલ્મો હતી.

1969 થી અપાય છે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

ભારતીય ફિલ્મ જગતનો પાયો નાખવામાં આ મહા માનવનું વિશેષ યોગદાન હતું. તેની યાદમાં ભારત સરકાર દ્વારા આ એવોર્ડ અપાય છે. કલાકાર માટે જીવનનો અતિ મહત્વનો એવોર્ડ ગણાય છે. દાદા સાહેબ ફાળકેની યાદમાં દર વર્ષે આ એવોર્ડ એનાયત થાય છે. આજે સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ યોગદાન આપનાર આશા પારેખને આ એવોર્ડ અપાયો હતો. 1969 થી આ એવોર્ડ આપવાનું શરુ થયું હતું. દાદા સાહેબ ફાળકે એ 125 થી વધુ ફિલ્મનું નિર્માણ કરેલ જેમાં 98 લાંબી અને ર7 ટુંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. દિગ્દર્શક તરીકે 41 લાંબી અને ર0 ટુંકી ફિલ્મો તેમણે બનાવી હતી. તેમનું મુળનામ ઘુંડીરાજ ગોવિંદ ફાળકે હતું. તેનો જન્મ મહારાષ્ટ્રના નાસીક પાસે આવેલ શિવનારી ત્રયંબેશ્ર્વરમાં 30 એપ્રીલ 1870 માં થયો હતો. આજે જયારે દેશ આઝાદીના અમૃત મહોત્સવ 75 વર્ષની ઉજવણી કરે છે. ત્યારે 68માં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ એવોર્ડસ ટી.વી. ફિલ્મોની જાણીતી હસ્તીઓને હાજરી વચ્ચે અપાયો હતો. આ મહાન એવોર્ડ મેળવવો દરેક કલાકારનું સપનું હોય છે. છેલ્લા દશકામાં આ એવોર્ડ પ્રાણ, ગુલઝાર, શશીકપુર, મનોજકુમાર, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન, રજનીકાંત જેવા મહાન કલાકારોને મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.