Abtak Media Google News

મારા તે ચિત નો, ચોર રે…. ઓલો સાવરિયો….

ફિલ્મ જગતને ઉદયમાન થયાને 100 વર્ષ ઉપર થયા, 80 વર્ષ ગુજરાતી ફિલ્મને થયા. આ સમયગાળામાં અનેક ગુજરાતી કલાકારોનો વિશેષ ફાળો છે જેમાં નિરૂપા રોય, સંજીવ કુમાર પછી અભિનેત્રી આશા પારેખે ઘણી લોકચાહના મેળવી

આશા પારેખ ગુજરાતી મૂળ ધરાવતી હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તે અભિનેત્રી ઉપરાંત કુશળ નૃત્યકાર પણ છે. મૂળ ગુજરાતી હોવાથી થોડી નોંધપાત્ર ગુજરાત ફિલ્મોમાં અભિનય કર્યો જેમાં અખંડ સૌભાગ્યવતી કુળવધુ જેવી સફળ ફિલ્મો હતી. તેમનો જન્મ ર ઓકટોબર 1942ના રોજ થયો હતો. આશા પારેખે માત્ર 16 વર્ષની વયે અભિનય ક્ષેત્રે કારકીર્દી આરંભ કરી હતી. નિર્માતા વિજય ભટ્ટે 1959માં આવેલી પોતાની ફિલ્મ ‘ગુંજ ઉઠી શહનાઇ’માંથી સ્ટારના ગુણ ન હોવાથી રીજેકટ કરી તો આજ વર્ષે એસ. મુર્ખજીની ફિલ્મ ‘દિલ દે કે દેખો’ માં અભિનેતા શમ્મીકપૂર સાથે મુખ્ય નાયિકાનું કામ મળ્યું.

પ્રથમ ફિલ્મ બાદ આશા પારેખે શમ્મી કપૂર સાથે 4 ફિલ્મો કરી જેમાં ‘તીસરી મંજીલ’ સૌથી સફળ રહી હતી. રાજખોસલાની ફિલ્મ ‘દો બદન’ માં કરૂણરસવાળુ પાત્ર ભજવીને એક ગંભીર અભિનેત્રી તરીકે ઉભરી ઉઠી. આ અગાઉ ગ્લેમરસ સાથે ડાન્સરથી ઓળખાતી હતી. 1960ના દશકામાં ઉપકાર, શિકાર, ઘરાના, જબ પ્યાર કિસી સે હોતા હૈ, આન મિલો સજના જેવી ફિલ્મો બોકસ ઓફીસ ઉપર સતત સફળ થતી ગઇને આશા પારેખને ‘જયુબેલી ગર્લ’ તરીકે નામના મેળવી, આશાને શકિત સામંતની ફિલ્મ ‘કટી પતંગ’ (1970) માટે બેસ્ટ એકટ્રેસ તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ફિલ્મમાં સફેદ સાડીમાં વિધવાનું આબેહુબ પાત્ર ભજવ્યું હતું.

મોટી ઉમર બાદ 1973માં હેમા માલીની, જીન્નત અમાન જેવી નવી અભિનેત્રીના આગમને પણ ફિલ્મ ડાયરેકટર નાસીર હૂસૈન સાથેના સંબંધોને કારણે ફરી તે ‘બહારો કે સપને’ ફિલ્મમાં ચમકી હતી. બાદમાં સમાજ સેવાના કાર્યોમાં ઘ્યાન કેન્દ્રીત કર્યુ, સાંતાક્રુઝની હોસ્5િટલનું નામ તેના નામ સાથે જોડવામાં આવેલ છે. નિવૃતના ગાળામાં પણ તેના નૃત્ય પ્રેમમાં કોઇ ઓટ આવી ન હોવાથી જાણીતા નાટક ચૌલા દેવીના નૃત્ય પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા. 1976માં ‘ઉધાર કા સિંદુર’ અને 1978માં ‘મે તુલસી તેરે આંગન કી’ ધારદાર અભિનય કરીને ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ અપાવ્યો હતો.

1990ના દાયકામાં ટીવી સીરીયલ ‘કોરા કાગઝ’ ઘણી જ લોકપ્રિય થઇ હતી જે આશા પારેખે નિર્માણ કરી હતી. 1998માં ભારત સરકારે તેમને સેન્સર બોર્ડના ચેરપર્સનલ બનાવેલ, આ હોદો સંભાળનાર ને પ્રથમ મહિલા હતી. 1990ના દાયકામાં ટીવી જગતમા ડાયરેકટર તરીકે સફળ શરૂઆત કરીને ઘણી ટીવી ધારાવાહિક બનાવી જેમાં જયોતી, પલાશ કે ફૂલ, દાલ મેં કાલા, કોરા કાગઝ, બજે પાયલ જેવી અનેક સીરીયલોનું સફળ નિર્માણ કર્યુ હતું. આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપર સ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા હતી. હિન્દી ફિલ્મોમાં જયારે ટોચ પર હતી ત્યારે 1963માં અખંડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાને અગ્રતા આપી હતી. આ ફિલ્મ ખુબ જ સફળ થઇ હતી. ગુજરાતી પ્રજાએ આ ફિલ્મ બહુ જ વખાણી હતી.

આશા પારેખનું નામ કયારેય કોઇ અભિનેતા સાથે જોડાયું નહી તે આજીવન કુવારી રહી છે. માતા-પિતાના મૃત્યુ બાદ પોતાનો વિશાળ બંગલો વેચીને નાનકડા મકાનમાં રહેવા લાગી સાથે મોટાભાગનો તેમનો સમય સમાજ સેવામાં પસાર કરી છે. હાલ તે આકૃતિ  પો્રડકશન નામની કંપની સાથે કલા ભવન નામે નૃત્ય તાલિમ સંસ્થા ચલાવે છે. આશા પારેખે ઘણા પ્રતિભા શાળી નૃત્યકારોને મદદ પણ કરી છે. આશા પારેખ તેમના જમાનાની હિરોઇનમાં સાધના, વહિદા રહેમાન, વૈજયંતિમાલા વિગેરેને નિયમિત પણે આજે પણ મળે છે. સામે જાુની અભિનેત્રીઓ પણ આશાને મળવા ઘરે નિયમિત આવે જ છે.

જાઇએ આપ કહાં જાઓંગે જેવા હિટ ગીતોવાળી ફિલ્મ મેરે સનમ સાથે દોબદન, ચિરાગ, પગલા કહીંકા, કટી પતંગ જેવી ઘણી ફિલ્મોને તેના અભિનયથી હિટ બનાવી હતી. તેમણે સુનિલ દત્ત, શમ્મી કપૂર, શશી  કપૂર, રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, દિલિપકુમાર, મનોજકુમાર જેવા ખ્યાતનામ કલાકારો સાથે સફળ ફિલ્મોમાં કામ કર્યુ હતું. 2002માં આશાના અભિનય જગતમાં આપેલા યોગદાન બદલ ફિલ્મ ફેર લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ સાથે ભારત સરકાર તરફથી પદમશ્રી પુરસ્કાર પણ મળ્યો હતો.

0D6Fe7F028Ba6Cb714D12311Baef14B5

મુળ મહુવા ભાવનગરના વતની આશા પારેખ લાઠી તાલુકાના સુપ્રસિઘ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાનજી મહારાજના દર્શને વર્ષ માં એકવાર અચુક આવે જ છે. આશાપારેખ એક ડાન્સર, અભિનેત્રી, નિર્માત્રી, કુશળ કંપની વહિવટકર્તા છે. તેમની પાડોશમાં જ પ્રેમનાથ, બિનારોય રહેતા હોવાથી તેના નૃત્ય જોવા ઘણીવાર આવતાને તેની ભલામણથી જ ફિલ્મ ‘આસમાન’માં બાળ કલાકાર તરીકે આશા પારેખને કામ મળ્યું હતું. તેમના મમ્મી એક બહુ જ સારા કોરીયોગ્રાફર હતા. હોલીવુડ સ્ટાર રોક હડસન પ્રત્યે આશાને આકર્ષણ થયું હતું. તે તેની બધી જ ફિલ્મો અચુક જોતી હતી. તેની ફિલ્મોના પોસ્ટરો ભેગા કરતી. જયારે તેમના હિરોનું એઇડસમાં મૃત્યુ થયું ત્યારે તેને ભારે દુ:ખ લાગ્યું હતું.

પ્રથમ ફિલ્મ ‘દિલ દે કે દેખા’ માં તેને અને સાધનાએ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો પણ સાધના ન આવતા તેનું સિલેકશન થયું હતું. 1964માં તીસરી મંજીલ, આયા સાવન ઝુમકે અને આયે દિન બહાર કે ફિલ્મ રીલીઝ થઇ ત્યારે આશા પારેખે પોતાના સ્વપ્નાનું ઘર બનાવેલ હતું. તેણે પોતાની કમાણીમાંથી ઓસ્ટિન કાર લીધી હતી. આશા પારેખ સ્ટાર હોવા છતા સુનિલ દત્ત સાથેની ફિલ્મ ‘ચિરાગ’ ફલોપ જતાં તે અફસોસ સાથે રડી પડી હતી. આ ફિલ્મમાં અંધ હિરોઇનનું પાત્ર ભજવેલ જે દર્શકોને ન ગમ્યું હતું. ‘તેરી આંખો કે સિવા દુનિયા મે કયા રખા હૈ’ગીત ખુબ જ લોકપ્રિય થયું હતું. આશા પારેખ તેમા જીવનમાં ગુરુદત્ત, વિજય આનંદ અને એસ. વાસન પાસેથી ઘણું શીખી હતી.

આશા પારેખના બચપણના નૃત્યુ કાર્યક્રમમાં બિમલ રોયની નઝર પડતાં તેમણે ફકત 10 વર્ષની આશાને ફિલ્મ ‘બાપ બેટી’ માં બાળ કલાકારનો રોલ આપ્યો હતો. તેમની સફળ બોલીવુડ પાત્ર 1959 થી 1973 સુધી રહી હતી. તેમની પ્રથમ ફિલ્મ બાળ કલાકારો તરીકે 1952 માં આવેલી ‘આસમાન’ હતી. આજે પણ તેઓ નિવૃત જીવન સેવા પ્રવૃતિમાં સઁપૂર્ણ સ્વસ્થતાથી કરી રહ્યા છે.

આશા પારેખની હિટ ફિલ્મો

કટી પતંગ, તીસરી મંઝીલ, લવ ઇન ટોકયો, મેરા ગાંવ મેરા દેશ, દિલ દે કે દેખો, આન મિલો સજના, કારવાઁ, ફિર વહી દિલલાયા હું, ક્ધયાદાન, પ્યાર કા મૌસમ, મહલ, ભરોસા, સાજન, આયે દિન બહાર કે, મેરે સનમ, આયા સાવન ઝુમકે, શિકાર, દોબહન, સમાધી, બહારો કે સપને, ચિરાગ, ઉપકાર, જબ પ્યાર કીસી સે હોતા હૈ, છાયા, જર્વાં મહોબ્બત

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.