અષાઢી બીજે જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજીની નગર ચર્યા

અષાઢી બીજે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની નગર ચર્યારૂપી રથયાત્રાનું આદિકાળથી ખૂબ જ મહત્વ છે. સામાન્ય રીતે તમામ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રાધાજીની મૂર્તિ હોય છે પરંતુ શ્રીકૃષ્ણ સાથે બલરામજી અને રાધાજીની મૂર્તિ પૂરીમાં જ છે. આ અંગે એક પ્રચલિત કથામાં એક વખત શ્રીકૃષ્ણ અચાનક

ઉંઘમાં રાધે રાધે બોલવા લાગે છે. ભગવાનની આ ક્રિટાથી આઠેય પત્નીઓ ચમકીને માતા રોહિણી પાસે આનો ભેદ જાણવા પહોંચી અને તમામે રોહિણી પાસે કૃષ્ણની રાસલીલા સાંભળવાનો આગ્રહ કર્યો. રોહિણીએ કથા કહેતાં પહેલા સુભદ્રા દેવીને દરવાજે પહેરા માટે બેસાડી દીધા કે કોઇ અંદર ન આવે. બલરામ અને કૃષ્ણ પણ નહીં. આ દરમિયાન બલરામ અને કૃષ્ણ દરવાજા પાસે પહોંચી જાય છે અને સુભદ્રાને એકચિત્તે કથા રસપાન કરે છે અને ત્રણેય ભાવવિભોર બનીને મગ્ન થઇ ગયા ત્યારે દેવ ઋષિ નારદ આવી પહોંચ્યા અને તેમણે ત્રણેયના મુગ્ધા અવસ્થામાં દર્શન કર્યા.

જ્યારે ભગવાન પુન:ચેતનામાં આવ્યા ત્યારે નારદજીએ પ્રાર્થના કરી કે ભગવાન તમે ત્રણેય ભાઇ-બહેન જે મહાભાવમાં લીન્ન મૂર્તિસ્થ અવસ્થા મેં દર્શન કર્યા અને હું ધન્ય બની ગયો તેવી જ રીતે પૃથ્વી લોકમાં પણ તમારા આ ભાવના દર્શન થવાં જોઇએ. ભગવાને તથાસ્તુ કહ્યું અને પૂરીમાં જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ સ્થાપન્ન થયું.ુ

નારદજીએ જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના જે રૂપે દર્શન કર્યા હતા તે રૂપમાં સર્વ પ્રથમ પ્રતિમાઓનું વિશ્ર્વ કર્માજીએ નિર્માણ કર્યુ. અષાઢી બીજના દિવસે જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાજીના દર્શનથી જે ધન્યતાનું પૂણ્ય પ્રાપ્ત થાય છે તે દિવ્ય હોય છે. ભગવાન જગન્નાથજી પોતાના ભાઇ અને બહેન સાથે ભાવિકજનોના કલ્યાણ અર્થે નગર ચર્યારૂપે રથયાત્રામાં જ્યારે બહાર નીકળે છે.

ત્યારે જગન્નાથજીની કરૂણા બલભદ્ર અને સુભદ્રા દેવીના ભાતૃભાવના આર્શિવાદનો એવો માહોલ ઉભો થાય છે કે ભગવાન શ્રીકૃષ્ણ રાજાધીરાજના રૂપમાં વસુંધારૂપી પૃથ્વી, દેવલોકના તેમના રાજ્યમાં રયતના સુખદુ:ખની જાણકારી માટે ફરે છે. તમામ મૂર્તિસ્થરૂપમાં ભગવાન શ્રીકૃષ્ણ રાધાજી જોડે દર્શન આપે છે. પરંતુ પૂરીમાં એકમાત્ર જગન્નાથજી ભાઇ ભલભદ્ર અને બહેન સુભદ્રા દેવી સાથે દર્શનમયી બને છે.

ભાઇ-બહેન પારિવારિક ભાવનાના પૂરક સંબંધ સાથે નગરચર્યાએ નીકળેને સંસારના તમામ સુખદુ:ખ રાજા તરીકે અને ભાઇ-બહેનની નજરે જોવાનો મર્મસ્પર્શી સંદેશો આપે છે. બહેન સુભદ્રા દેવીને કરૂણાના પ્રતિક તરીકે જોવામાં આવે છે. આખું વર્ષ ભાવિકો ભગવાનના દર્શન કરવા મંદિરે જાય છે અને અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં પોતાના ભાઇ-બહેન સાથે ભાવિકોના ઘેર-ઘેર આંગણે જઇને સુખદુ:ખ અને ક્ષેમકુશળના ખબર-અંતર પૂછે છે.

અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા દેવી સાથેની આ રથયાત્રા ભગવાનને ભાવિક પ્રત્યેનો પ્રેમ અને કરૂણાનો સંદેશ અને ભક્તિ અને ભાવનાની સાથેસાથે પ્રભુ કૃપાના સંતુલિત અપાર પ્રેમના પ્રતિક સમા ભગવાન અને ભક્તના સંબંધોનો સંદેશો આપે છે.