Abtak Media Google News

જામનગર રોડ પર સરદાર કોમ્પ્લેક્ષમાં શામજીભાઈ ખુંટની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા વેરો ભરપાઈ કરી દીધો.

રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાંચ દ્વારા આજે શહેરના ન્યુ રાજકોટ વિસ્તારમાં બે મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે ઈસ્ટ ઝોન વિસ્તારમાં બે બાકીદારોને વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે. જામનગર રોડ પર સરદાર કોમ્પ્લેક્ષમાં શામજીભાઈ ખુંટની મિલકત સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા તેઓએ તાત્કાલિક વેરો ભરપાઈ કરી દીધો હતો.

વેસ્ટ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા આજે યુનિવર્સિટી રોડ પર જલારામ-૨માં અશ્ર્વમેઘ એપાર્ટમેન્ટમાં દિપચંદ ખંઢેરીયા પાસેથી વેરા પેટે બાકી નિકળતી ‚ા.૭૨,૧૩૬નો રકમ વસુલવા માટે ફલેટ નં.૨૦૨ સીલ કરી દેવામાં આવ્યો હતો. જયારે શિવસંગમ સોસાયટીમાં શિવધારા એપાર્ટમેન્ટમાં શ્રીમીત ડેવલોપર્સ પાર્ટનસ પાસેથી બાકી નિકળતો ‚ા.૧૦૫૨૦૮નો વેરો વસુલવા બીજા માળની મિલકત સીલ કરી દેવામાં આવી હતી. જયારે અન્ય બે સ્થળોએ સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા બાકીદારોએ સ્થળ પર જ વેરા પેટે ચેક આપી દીધો હતો. સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૨માં જામનગર રોડ પર આવેલા સરદાર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી શામજીભાઈ બી.ખુંટ માલિકીની દુકાન નં.૨૧ પાસેથી ‚ા.૫૨,૮૦૦નો બાકી વેરો વસુલવા માટે સીલીંગની કામગીરી હાથ ધરવામાં આવતા માલિકે તાત્કાલિક અસરથી બાકી વેરો ભરપાઈ કરી દીધો હતો. આજે વોર્ડ નં.૨,૭,૧૩ અને ૧૭માં ‚ા.૮ લાખની રીકવરી થવા પામી હતી. ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા કુવાડવા રોડ, ન્યુ શકિત સોસાયટી, માર્કેટીંગ યાર્ડ રોડ, માલધારી સોસાયટી સહિતના વિસ્તારોમાં હાથ ધરેલી રીકવરીની કામગીરી અંતર્ગત માલધારી સોસાયટીમાં બાબુભાઈ ચૌહાણ અને માંડલભાઈ માલધારીને બાકી વેરો ભરવા તાકીદ કરવામાં આવી છે. અન્યથા મિલકતો સીલ કરી દેવામાં આવશે. આજે કુલ પાંચ મિલકતો પૈકી ત્રણ મિલકતોમાં ૬ લાખની વસુલાત થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.