- અરજીની તપાસમાં હેરાનગતિ નહિ કરવા અને ગુનો નહિ નોંધવા માંગી’તી લાંચ
ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, અનાર્મ્ડ એ.એસ.આઇ રૂપિયા 2 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે.અતીથી ધાબા પાસે સર્વિસ રોડ પર લાંચ લેવા આવ્યો અને રાજકોટ એસીબી એકમની ટીમે તેની ધરપકડ કરી લીધી છે. ફરિયાદીની અરજીમાં ગુનો નહી નોંધવા તેમજ હેરાનગતિ નહી કરવા માટે લાંચ માંગી હતી.
આ કામના આક્ષેપીત સેકટર-7 પોલીસ સ્ટેશન, ગાંધીનગરમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. આ કામના ફરીયાદી વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી કરેલ તેની તપાસ આક્ષેપીત ચલાવી રહેલ હોય, આક્ષેપીતે ફરીયાદીને અરજી તપાસમાં હેરાનગતી નહી કરવા અને ગુનો દાખલ નહી કરવાના અવેજ પેટે રૂ.2,00,000/- ની લાંચની માંગણી કરેલ. જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરરમિયાન આક્ષેપીતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ માંગી, સ્વીકારી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી ઝડપાઈ જઈ ગુનો કર્યો હતો.
આક્ષેપીતએ રૂ. 2 લાખનું લાંચની માંગણી કરી હતી જે લાંચની પુરેપુરી રકમ સ્વીકારતા અતીથી ધાબા પાસે સર્વીસ રોડ, ક્ધટેનર બ્રીજ પાસે, અડાલજ, જી.ગાંધીનગર ખાતે જામનગર એસીબી પોલીસના પીઆઈ આર એન વિરાણી ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો.