Abtak Media Google News

ડુ ઓર ડાઈ !!!

બોલિંગ યુનીટને સમતોલ રાખવી ખુબજ જરૂરી, અક્ષર સહિત અન્ય બોલરોને મળશે તક

એશિયા કપ 2022ના લીગ રાઉન્ડમાં ભારતે જે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સુપર ફોરના રાઉન્ડમાં ભારતનો પાકિસ્તાન સામે પરાજય થયો હતો. ત્યારે ભારતે ફાઇનલમાં પહોંચવા માટે બાકી રહેલા મેચ જીતવા ખુબજ જરૂરી છે. ત્યારે આજે ભારત શ્રીલંકા સામે ટકરાસે અને આ મેચમાં ભારતે જીત મેળવી એટલી જ જરૂરી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે ભારત પાસે જે બોલિંગ યુનિટ હોવું જોઈએ તે નથી.

જસ્પ્રીત્ત બુમરા, હર્ષલ પટેલ અને રવિન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થતા યુવા બ્રિગેડ ઉપર ભાર આવી ગયો છે. ગત પાકિસ્તાન સામેના મેચમાં ભારતીય બોલરોએ અનુશાસન વગરની બોલ8નગ કરી હતી. જેમાં હાર્દિક પંડ્યા, તથા ચહલનો પણ સમાવેશ થયો હતો. ત્યારે આજે ભારત માટે કરો યા મરો જેવો જંગ છે. પાકિસ્તાન સામે ભારત 5 બોલરો સાથે મેદાનમાં ઉતર્યું હતું. પરંતુ જે રીતે વિપક્ષી ટીમને અંકુશમાં લેવી જોઈએ તે ન લઈ શકતા પરિણામ ભારત વિરુદ્ધ આવ્યું હતું. એશિયા કપ સુપર-4 તબક્કામાં પોતાની બીજી મેચમાં શ્રીલંકા સામે કરો યા મરોના મુકાબલા માટે ભારતની ટીમ મેદાનમાં ઊતરશે અને  ટીમ હારશે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન સામે રવિવારે રમાયેલી મેચમાં પરાજય મળ્યા બાદ ભારતીય ટીમમાં ફેરફાર થવાની પૂરી સંભાવના છે. ભારતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે બન્ને મેચ મોટા માર્જિનથી જીતવી જ પડે તેમ છે. ભારત બન્ને મેચ જીતે તો અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થશે. પાકિસ્તાન સામે શ્રીલંકા હારશે તો તેનું અભિયાન પૂરું થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.