Abtak Media Google News

ભારતે 18મા એશિયન ગેમ્સના ચોથા દિવસ બુધવારે પુરુષ હોકી સ્પર્ધામાં હોંગકોંગની વિરુદ્ધ 26-0થી જીત નોંધાવી. પુરુષ હોકી ઈતિહાસમાં ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 1932ના ઓલિમ્પિકમાં અમેરિકાને 24-1થી હરાવ્યું હતું.

ભારતના આકાશદીપ સિંહે બીજી મિનિટે જ મેચનો પહેલો ગોલ કર્યો. ત્યારબાદ ત્રીજી મિનિટમાં મનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારત તરફથી રુપિંદરપાલ સિંહ, હરમનપ્રીત સિંહ અને લલિત ઉપાધ્યાયે 4-4 ગોલ કર્યા. આકાશદીપ સિંહે 3 અને વરુણ કુમાર-મનપ્રીતસિંહે 2-2 ગોલ કર્યા. સુનીલ અને વિવેક સાગરે 1-1 ગોલ કર્યા.

મેચના બીજા હાફમાં ભારતીય ટીમે પહેલાની અપેક્ષાની ઓછા ગોલ કર્યા પરંતુ 12 ગોલ કરીને ભારત 25-0થી આગળ થઈ ગયું હતું. આ એશિયન ગેમ્સમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.