Abtak Media Google News

કેન્દ્રમાં ફરીથી નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવશે તો નાગરિક ખરડો નિશ્ર્ચિતપણે પાછો લાવવાનો ભાજપ અધ્યક્ષનો મકકમ લલકાર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશની સુરક્ષા અને આંતરિક સલામતીના મુદા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાનો નિર્ધાર વ્યકત કરી આસામને હરગીજ બીજુ કાશ્મીર બનવા ન દેવા માટે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ફરીથી સતા પર આવશે તો હાલ અટકી ગયેલા નાગરિક સુધારા ખરડાને કાયદો બનાવવા માટે સંસદમાં લાવવા એલાન કર્યું છે.

અમિત શાહે કાશ્મીરના શહિદોને અંજલી આપતા જણાવ્યું હતું કે, પુલવામાના સૈનિકોનું બલિદાન એળે નહીં જવા દેવાય અને આસામને પણ બીજુ કાશ્મીર હરગીઝ થવા નહીં દેવાય તેમ અમિત શાહે લખમીપુરમાં ભારતીય જનતા યુવા મોરચાની સભાને સંબોધતા જણાવ્યું હતું. શાહે જણાવ્યું હતું કે, આસામને બીજુ કાશ્મીર બનાવતા અટકાવવા માટે જ નાગરિક ધારો સરકાર લાવવાનું વિચારી રહીછે. આસામની વસ્તીમાં મુસ્લિમોના વૃદ્ધિ દર ૩૪ ટકા પહોંચી ગયું છે. નાગરિક સુધારા ધારો રાજયસભામાં અટકી પડયો હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે આસામને કાશ્મીર બનતું અટકાવવા માટે જ‚રી નાગરિક સુધારા ખરડાને નરેન્દ્ર મોદી સરકાર ફરીથી ચુંટાઈને સતા પર આવશે તો તરત જ કાયદો બનાવશે.

ભાજપ રાષ્ટ્રને સુરક્ષા પ્રદાન કરવા સતત પ્રયત્નશીલ છે. શાહે કહ્યું હતું કે, આ અમારો સંકલ્પ છે. અસહિષ્ણુતાને આસામમાં પ્રવેશવા નહીં દેવાય. નાગરિક સુધારા ખરડાને ફરીથી લાવવાના પ્રયત્નો કરવામાં આવશે. અમિત શાહે જણાવ્યું હતું કે, મોદી કાશ્મીરના મુદાનું કાયમી ઉકેલ લાવવાની પ્રબળ ઈચ્છા શકિત ધરાવે છે. તેનો અમલ કરીને જ રહેશે. વડાપ્રધાન મોદીની સરકાર પુલવામા જેવા કાયર કૃત્યને કયારેય માફ નહીં કરે.

પુલવામા જવાનોની શહાદત આસામના મનેશ્વર અને બસુમતરીના શહિદોની જેમ કયારેય નહીં ભુલાય. કાશ્મીર અને ઉતર-પૂર્વમાં વકરેલી આતંકી પ્રવૃતિઓ જરાય નજર અંદાજ નહીં કરી. કેન્દ્રમાં મોદીની સરકાર છે. કોંગ્રેસની નહીં. આસામમાં ભાજપની સરકાર આવશે તો એના સિવીલ અગ્રતાના ધોરણે હાથમાં લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.