ગોંડલની ત્યકતા પર પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયને દુષ્કર્મ ગુજાર્યું

આરોપી બે સંતાનોનો પિતા છે જ્યારે સામે ત્યકતા પણ બે સંતાનોની માતા

અબતક -જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

ગોંડલના વોરાકોટડા રોડ પર માવતર ધરાવતી ત્યકતા ઉપર તાલુકાના ગોમટાના રહેવાસી અને લોધીકા ખાતે પીજીવીસીએલના આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા શખ્સે દુષ્કર્મ ગુજારતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ગામે રહેતા અને લોધીકા ખાતે પીજીવીસીએલમાં આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવતા જાવીદ શેતા ઉ.વ. 39 એ ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર માવતરે રહેતી ત્યકતા ઉંમર વર્ષ 33 ઉપર દુષ્કર્મ ગુજારતા તેના દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાભ કલમ 376 ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે સિટી પી.આઈ મહેશ સંગાડા એ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિનો આ કેસ હોય આ કેસની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિપાલસિંહ ઝાલા કરી રહ્યા છે ત્યારબાદ આ કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી રાવલ દ્વારા શરૂ કરવામાં આવશે ત્યારબાદ સઘળી હકીકત બહાર આવશે. આ કેસના ફરિયાદી અને આરોપી બંને બે બે સંતાનોના માતા-પિતા છે.
g