Abtak Media Google News

એસોસિએશન દ્વારા સીધા જ ઉત્પાદકો પાસેથી ખરીદી કરીને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

વિશ્ર્વભરમાં હજારો લોકોને ભરખી જનારો કોરોના વાયરસનો ખતરો હવે ભારત પર મંડરાઈ રહ્યો છે. આ મહામારીને રોકવા સરકારે આગમચેતીના ભાગરૂપે અનેક સુરક્ષાત્મક પગલા લીધા છે. સરકાર દ્વારા જાહેર કરવામાં સલાહમાં શરદી-ઉધરસનો ભોગ બનેલા લોકોને માસ્ક પહેરવાની તથા નાગરિકોને સમયાંતરે સેનેટાઈઝરનો ઉપયોગ કરીને હાથને જંતુમુકત રાખવા જણાવાયું છે.

સરકારની આ સલાહનું ખોટુ અર્થઘટન કરીને મોટાભાગના લોકો માસ્ક પહેરવા લાગ્યા છે. જેના કારણે બજારમાં માસ્કની તંગી ઉભી થવા પામી છે. તેવી જ રીતે સેનેટાઈઝરની ભારે માંગ નીકળવા પામી છે જેનો લાભ લઈને અમુક વેપારીઓ માસ્ક અને સેનેટાઈઝરનું કાળાબજાર કરવા લાગ્યા હતા. જે અંગેની ફરિયાદો ઉઠતા રાજકોટનું કેમીસ્ટ અને ડ્રગીસ્ટ મેડિકલ એસોસીએશન મેદાનમાં આવ્યું છે. એસોસીએશન દ્વારા આપતિના સમયમાં જરૂરીયાતમંદ લોકો ન લુંટાય તે માટે નહીં નફા, નહીં નુકસાનના ધોરણે માસ્ક ઉત્પાદકો પાસેથી સીધી જ ખરીદી કરીને તેનું વિતરણ મેડિકલ સ્ટોરો દ્વારા નહીં નફા, નહીં નુકસાનના ધોરણે માત્ર સાત રૂપિયામાં કરવામાં આવી રહ્યું છે. માસ્ક બનાવનારા ઉત્પાદકો પણ કેમીસ્ટ એસોસીએશનની ભાવના સમજીને વધુને વધુ માત્રામાં તાત્કાલિક માસ્કનું ઉત્પાદન થાય તે માટે સક્રિય બન્યા છે. જોકે અમુક વેપારીઓએ માસ્કની ડિમાન્ડ વધતા રો-મટીરીયલમાં ભાવ વધારો કરી નાખ્યાના વસવસો ઉત્પાદકો કરી રહ્યા છે. તે ઉપરાંત સેનેટાઈઝર તુરંત ઉપલબ્ધ થાય તે માટે કેમીસ્ટ એસોસીએશન દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

રાજકોટ કેમીસ્ટ એસોસીએશનનાં પ્રમુખ મયુરસિંહ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી માસ્કના ઉત્પાદકનો સીધો કોન્ટેક કર્યો છે અને કલેકટર કચેરીનો પણ સપોર્ટ મળ્યો છે. તેના કારણે એસોસીએશન દ્વારા દરેક મેડિકલ સ્ટોર પર રાહતભાવે ૭ રૂપિયામાં માસ્ક મળી રહે છે તે માટે અમો પ્રયત્નો હાથ ધર્યા છે. મેડિકલ સ્ટોરના દરેક ભાઈઓ સેવાકિય પ્રવૃતિ કરીએ છીએ એવી ભાવનાથી માસ્કનું વિતરણ કરે છે. બે દિવસની અંદર એક લાખને વિસ હજાર માસ્કનું વિતરણ કરાયું છે. કોરોનાના વાયરસ સમયે જે પ્રકારના માસની જરૂર છે તે પ્રમાણેના માસ્ક છે.

રાજકોટ કેમીસ્ટ એસોસીએશનનાં મંત્રી અનિમેષભાઈ દેસાઈએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકારની જે રીતે ગાઈડલાઈન આવેલી છે તેમાં માસ્કની ખુબ જ જરૂરીયાત હોય તેવું લાગતું નથી છતાં બીજા બધા રોગોમાં થોડી રોગપ્રતિકારક શકિત તે કારણસર લોકો જાગૃતતા માટે પહેરે છે. અત્યારે અમારું એસોસીએશન માસ્કનું વિતરણ કરી રહી છે. નો પ્રોફીટ, નો લોસના હેતુથી ૧૦૦૦ જેટલા મેમ્બર આ સેવાયજ્ઞમાં લાગી ગયા છે. માત્ર સાત રૂપિયામાં જ માસ્ક આપી રહ્યા છે. આ સારી કવોલીટીનું માસ્ક છે જે અત્યાર સુધી ૧૫ અને ૨૦ રૂપિયામાં વેચાણુ હતું જેમાં ફકત રાજકોટ જ આ માસ્ક સાત રૂપિયામાં આપે છે. કલેકટર તંત્ર પણ સહયોગ આપે છે. સેનીટાઈઝરમાં પણ એવું છે કે અમારો પ્રયાસ છે કે સરકાર પણ સેનેટાઈઝરના ભાવ ઘટાડે. હેન્ડ સેનેટાઈઝરની બોટલ દરેક મેડિકલ સ્ટોરમાં રીફીલીંગ થાય તેવો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

6.Saturday 1 2

માસ્કના ઉત્પાદક પંકજભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી માસ્કની એટલી ડિમાન્ડ વધી છે કે તેને પહોંચી વળવા મુશ્કેલ છે. દરરોજનું ૫૦ હજાર માસ્કનું અમારું પ્રોડકશન છે. માસ્ક બનાવવામાં જે દોરી વપરાય છે તે ઉત્પાદન મારી કેપીસીટી ૨૦ હજાર છે. મારા પ્રયત્નો છે કે લોકોને સસ્તા ભાવમાં પુરા પ્રમાણમાં માસ્ક મળી રહે તેવી છે. કલેકટર અને કેમીસ્ટ એસોસીએશન પણ પુરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. સતત ડિમાન્ડના કારણે રોમટીરીયલના ભાવ પણ વધી ગયા છે. મટીરીયલના ભાવ પણ પાંચ ગણા વધી ગયા છે. મેલ્બોન પ્રકારનું મટીરીયલની ડિમાન્ડ તો એટલી છે કે માર્કેટમાં કયાંય ઉપલબ્ધ નથી. અમે સતત ૨૪ કલાક પ્રોડકશન કરવા જઈ રહ્યા છીએ. કેમીસ્ટ એસોસીએશનનો પુરતો સહયોગ છે અને કલેકટરનો સહયોગ છે. પુરવઠા અધિકારીઓની પણ સંપૂર્ણ સહયોગ છે અને અમને પુરતી છુટ આપવામાં આવે તો અમે પ્રોડકશન બમણુ કરી શકીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.