Abtak Media Google News

ઢોલ નગારાના નાદ સાથે બટુકો નીકળશે કાશીયાત્રાએ

અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન, રાજકોટ દ્વારા 1 દિકરીના લગ્ન તથા 12 બટુકોના સમુહ જનોઇ (ઉપનયન સંસ્કાર)નું ભવ્ય આયોજન તા.15/05/2022 રવિવારના રોજ રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે.

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા જયેશભાઇ જાનીએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજકોટના આંગણે રવિવારે ઢોલ નગારા સાથે શરણાઇઓના સુર સાથે સમુહ જનોઇનું અને લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાનું આ ત્રીજું આયોજન છે. ત્રણ વર્ષ પહેલા (51) બટુકોના સમુહ જનોઇનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલું, ત્યારબાદ 2020માં ચાર દિકરીના લગ્ન તથા 4 બટુકોના સમુહ જનોઇનું આયોજન કરેલ, અને હવે તા.15/05/2022ના રવિવારના રોજ 1 દિકરીના લગ્ન તથા 12 બટુકોના સમુહ જનોઇનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે, જેમાં સર્વે બટુકોના પરિવારજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાનાર છે.

આ કાર્યક્રમ સંસ્થાના સક્રિય ભાઇઓ-બહેનોની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવે છે, જેના સહયોગમાં ડોક્ટરો, વકીલો, વેપારીઓ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, વડીલો, યુવાનોની ટીમ પણ સંપૂર્ણ સાથ-સહકારમાં જોડાયેલ છે. આ કાર્યક્રમનું આયોજન વિરાણી બહેરા, મૂંગા શાળા, ઢેબરભાઇ રોડ, ગુરૂકુળની પાછળ, પાણીના ટાંકા પાસે, રાજકોટ મુકામે કરવામાં આવેલ છે. જેમાં સવારે 7:00 કલાકે ગણેશ સ્થાપનથી શરૂ કર્યા બાદ ગૃહશાંતિ અને બટુકોની ભવ્ય કાશીયાત્રાનું આયોજન થયેલ છે.

આ સમગ્ર ભવ્ય આયોજનને સફળ બનાવવા સંસ્થાના અગ્રણીઓ જે.ડી.ઉપાધ્યાય (અધ્યક્ષ), જયેશભાઇ જાની (એડવોકેટ અને નોટરી), જયુ અદા શાસ્ત્રી, રાહુલભાઇ ક્ષોત્રીય, જયેશભાઇ જોષી, ભરતભાઇ પંડ્યા (ટ્રસ્ટી-ધારેશ્ર્વર મહાદેવ ટ્રસ્ટ) બીપીનભાઇ ભટ્ટ, કમલેશભાઇ જોષી, રાજેશભાઇ શુક્લ, લલીતભાઇ ઉપાધ્યાય, અંકિતભાઇ ઉપાધ્યાય, કમલેશભાઇ ત્રિવેદી, વિમલભાઇ ત્રિવેદી, અમીતભાઇ શુક્લ, મનીષભાઇ પંડ્યા, પરાગભાઇ હંઝ, સદાવ્રતી, કિંજલ દવે વગેરે સહિત સમગ્ર ટીમ ઉત્સાહભેર જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.