જ્યોતિષશાસ્ત્ર અંધશ્રદ્ધા નહિ, પરંતુ વૈજ્ઞાનિક ગણિત છે!

‘અબતક’ના લોકપ્રિય કાર્યક્રમ “જ્યોતિષ જીજ્ઞાસા”  નરેન્દ્રભાઈ વ્યાસ (દેવજ્ઞ ભૂષણ) તથા અબતક મીડિયાના મેનેજીંગ એડિટર સતીષકુમાર મેહતા દવારા જ્યોતિષ વિષયે વિશિષ્ટ ચર્ચા

જ્યોતિષશાસ્ત્રએ એક ખગોળ પર અને ગાણિતિક પર આધારિત છે તે અન્ય કોઈ અંધશ્રદ્ધા કે વ્યર્થ શાસ્ત્ર નથી પરંતુ જીવનમાં અવારનવાર થતી ઘટનાઓના આધારે જન્મ મૂળ તેમજ જન્મકુંડળી એ તેમના પાછલા કર્મોને સ્થિત ધ્યાનમાં રાખીને ભાવી વર્ણવતુ શાસ્ત્ર છે.

પ્રશ્ન:- જ્યોતિષ શુ છે?

જવાબ:- નરેન્દ્રભાઈ વ્યાસ વેદીનું છઠ્ઠો એટલે કે દિવ્ય નેત્ર છે જ્યોતિષ; 24 નક્ષત્ર સાથે 24 તત્વ સાથે અને 24 બ્રહ્માંડ એટલે કે ભુવાનો સાથે અને 24 અવતારો સાથે અને 24 અવતારો સાથે સંકળાયેલું આખું તત્વજ્ઞાન એટલે લઘુલીપી અને સંગનાકીંત જેને ઉકેલીને માણસનું જન્મો જનમાંતર જાણવું જેને જ્યોતિષ કહેવામાં આવે છે.

પ્રશ્ન:- જ્યોતિષને ગણિતશાસ્ત્ર સાથે શું સરખામણી શકીએ? તેમજ ગણિત અને જ્યોતિષ ક્યાં નજીક છે?

જવાબ:-નરેન્દ્ર ભાઈ વ્યાસ ના કહ્યા મુજબ ગણિત સિઘ્ધાંત છે કળાદેશ સંહિતા છે.

ગણિત અંગે ગુજરાતી વર્ષમાં 12 માસ રહેલા છે દરેક માસના 30 દિવસ અને 360 દિવસનું આખું વર્ષ પૂરું થાય તેમ પૃથ્વીના પરિભ્રમણના 12 ભાગ કરવામાં આવેલા છે તે 12 ભાગને આકૃતિ નિર્દેશ કરે છે એમ બાર રાશિઓના વિભાગ કરેલા છે એક રાશિ 30 અંશની અને માસ પણ 30 દિવસના છે તેમ સમાન હોય કરીને 360 થાય છે એમ પહેલા ઘડિયાળ હતી તે ઘડી પડમાં હતી કલાક કે મિનિટમાં ન હતી, તેમ 60 કડીનો એક દિવસ થતો હતો, એમ કુલ 21,600 થાય આ માણસના 24 કલાકના શ્વાસ અને પ્રવાસ ગણીએ તો 21,600 થાય છે.

પ્રશ્ન:- કુંડળી શાસ્ત્ર શું છે? એમ કુંડળીને ઓળખવી અને જાણવી કેટલું મહત્વનું છે?જવાબ:-નરેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર જન્મકુંડળી એટલે કે કોઈપણ જાતકના જન્મ વખતે પૂર્વ ક્ષિતિજ ની અંદર પૃથ્વી અને આકાશમાં શું મેળ થાય છે ત્યાં જે રાશિ જે અંશની ઉદય પામે તે રાશિ તેના જન્મ સમયે તેના તારીખ અનુસંધાને જે લગ્ન આવે તેના પર આધાર છે. લગ્ન એટલે લગાવ કોઈપણ જીવ છે તેને પૃથ્વી ઉપર જન્મ લેવાનો લગાવ છે તે સમય અને અંશ કાયમને માટે સ્થિર રહે છે. જેની અંદર નવ ગ્રહો હોય છે અને બાર ગ્રહો ઉપર બાર રાશિ નો આધાર રહેલો હોય છે જેના ઉપરથી જાતકનું ભવિષ્ય કથન થયેલું હોય છે.

પ્રશ્ન:-ગ્રહોથી ભયભીત થવું એ કેટલું વ્યાજબી છે?

જવાબ:-હાલમાં મોટાભાગના જ્યોતિષીઓ કર્મકાંડી છે જ્યોતિષ ને યુનિવર્સિટીમાં કોઈ અભ્યાસ ક્રમથી કરવામાં આવેલ નથી તેમ જ કોઈ સાયન્ટિફિક કેટેગરીમાં મૂકવામાં આવેલ નથી. જ્યોતિષ એ જૂનામાં જૂનું છે તેમને શાસ્ત્ર કહ્યું છે અને કોઈ સાયન્ટિફિક કેટેગરીમાં મુકાયેલ નથી કેમકે સંકોચિત મનોવૃદ્ધિ છે આ અંગે એક જ્યોતિષની આજીવિકા છે તેમનું ભરણપોષણ છે જેમાં સ્પષ્ટ અને સત્ય કહી શકતા નથી અને માણસને અંધશ્રદ્ધા તરફ લઈ જાય છે અને ગ્રહો ક્યારેય કોઈ સારું કે નશો પણ આપતા નથી ગ્રહો જ્યાં બેઠા છે તે તેમના પૂર્વ જન્મના કર્મનું સ્થાન દર્શાવે છે જે ગ્રહો સજ્ઞાંકિત લિપિ લઈને આવેલ છે તેમ યોગ અંદર માં ધ્યાન છે તેમ તેને ઉકેલવી અને ભાવગીત પણે લેવું પડે અને તેના કર્મના આધારે આજીવન કેવું છે અને જીવનમાં કેવું ફળ મળશે તેનો નિર્દેશ કરે છે.

પ્રશ્ન:-  લોકોની જિજ્ઞાસાવૃત્તિ રહેલી છે જે અંગે જ્યોતિષ દ્વારા તેમનું નિરાકરણ કે પ્રશ્નો હલ કઈ રીતે થાય??

જવાબ:- દરેક માનવને પોતાના સારા-નરસા બનવા અંગે જિજ્ઞાસા રહેલી છે, કોઈપણ માણસના જીવનમાં કોઈપણ ઘટના વારંવાર થતી હોય તેનાથી કંટાળીને તે નિવારણ માટે જ્યોતિષી પાસે જતો હોય છે અને તે સમયે જન્મ કુંડળી હોવી જરૂરી છે. જન્મકુંડળીના નિર્દેશના અનુસંધાને તેનું નિરાકરણ થતું હોય છે.

પ્રશ્ન:-માનવીના જીવનમાં સમસ્યાઓ હોય તો તેના સમાધાનમાં તેમને વધુ રસ હોય છે અને તેની સાથે ગ્રહોની પરિસ્થિતિ બદલાતી હોય છે તો શું ગ્રહો ખોટા કે જ્યોતિષ ખોટું? પરિસ્થિતિ શું હોય છે?

જવાબ:- જ્યોતિષ છે એ સત્ય છે અને વેદના સંસ્કૃત શ્લોકો બધા લિપિમાં રહેલા હોય છે જેને ઉકેલ્યા બાદ અત્યારના સંજોગોમાં ને ધ્યાનમાં રાખીને જે જવાબ આપો તે અંગે મત માતાંતરો રહેલા હોય છે. જ્યોતિષ એક શાસ્ત્ર છે, પૂર્વ જે ઋષિ હોતા તેમાં સાત ઋષિઓ મુખ્ય છે જેને સપ્તર ઋષિ કે સપ્ત ચિરંજીવી કહીએ છીએ પુત્ર તુલ્ય શિષ્ય ગણવામાં આવે છે,  પુત્ર તુલ્ય શિષ્ય ગણવામાં આવે જેમાં 18 કલાક સમાધિ સ્થિતિમાં હતા તેમાં બે કલાક સ્મરણ કરતા હતા, સાંભળ્યા પછી જેમાંથી તેઓ 80 ટકા સમજાણું અને તેમને તેના શિષ્યોને સમજાવ્યું ત્યારે 40% જેવું રહ્યું અને તેમને તેના શિષ્યોને સમજાવ્યું ત્યારે 20 ટકા જેવું તથ્ય રહ્યું જે અંગે હાલમાં 20 ટકા જેવું તથ્ય રહેલું છે.

પ્રશ્ન:-જ્યોતિષ જાણવા કે જોસ જોવા તેના નિદાન માટે પ્રાથમિક વાત શું છે કે જે લોકોએ જાણવી જરૂરી છે??

જવાબ:- જ્યોતિષમાં ગણિત એ તેમનો પાયો છે જેના માટે પ્રથમ તેને પહેલા જન્મતારીખ જન્મ સ્થળ અને જન્મ સમયે હોવો જરૂરી છે જેનો સમાન હોય કરવાથી પંચાંગ અનુસાર દરેક સ્થળના અક્ષાંશ રેખાંશ લગ્ન પત્રક વગેરે જેવી બાબતો ધ્યાનમાં રાખીને જન્મ કુંડળી બનતી હોય છે જન્મકુંડળી 20 સ્વર્ગીય અને 10 સ્વર્ગીય હોય છે જે હાલના કોમ્પ્યુટર યુગમાં 20 વર્ગીય કુંડળી પણ તાત્કાલિક નીકળી જતી હોય છે.

પ્રશ્ન:- મંગલ કે કાર્ડ સ્વરૂપ છે શું લોકો તેમનાથી ભયભીત કેમ છે? ઘરમાં લોકોને આવી સમસ્યાઓથી ભય કેમ લાગતો હોય છે?

જવાબ:-અગ્નિ તત્વોનો એક કુંડ છે જેમાં ઉર્જા એટલે કે શક્તિ વિશેષ રહેલી છે મંગળ જેનો જન્મ કુંડળીમાં ભાવનિર્દેશ કરેલો છે અને તેના અપવાદો પછી આપેલા છે, પહેલો ભાવ એટલે કે તેમનું શરીર ચોથો ભાવ એટલે કે તેમનું હૃદય સાતમો ભાગ એટલે કે તેનું મર્મસ્થાન અને કેન્દ્રીય જાતીય સુખ અને આઠમું સ્થાન એટલે કે યોથરની અને બારમું સ્થાન કહર્થવ્ય.

પુરુષને મંગળ હોય તો તેને પાઘડી અને સ્ત્રીને મંગળ હોય તો તેને ચોઘડી કહેવામાં આવે છે પરંતુ દરેક જગ્યાએ મંગળ પડેલો હોય છે તેમ સાતમે દ્રષ્ટી કરે અને ચોથે મંગળ દ્રષ્ટિ કરે એ રીતે અલગ અલગ દ્રષ્ટિકોણથી રહેલા હોય છે.

પ્રશ્ન:- જ્યોતિષની દ્રષ્ટિએ કાળસર્પ પ્રયોગ છે શું અને તેનું નિવારણ શું છે?

જવાબ:- શાસ્ત્રો હજારો વર્ષ પહેલા બહાર પડેલા છે જેને સંહિતા ગ્રંથ કહેવાય છે આ સંહિતા ગ્રંથોમાં ક્યાંય પણ કાળ સ્વરૂપનો ઉલ્લેખ કરેલ નથી પરંતુ તેના પર્યાયમાં સરપદોષ એટલે કે નાગદોષ તરીકે ગણવામાં આવેલ છે કાલસર્પમાં કાલ એટલે સમય,  સર્પ અટલે વિષ. તો રાહુ કેતુ વચ્ચે એક સાઈડમાં એક સીધી લીટીમાં કે ત્રાસા એટલે કે રાહુલની ચાલમાં પાછળ એટલે કે વક્રી ગતિએ ચાલે છે તે પાછળના સ્થાનો ની અંદર બધા ગ્રહો આવી જતા હોય ત્યારે એક સાઈડમાં બધા ગ્રહો આવી જતા હોય એટલે કે મોઢું અને પૂંછડી એક સાઇડમાં આવી જાય ત્યારે અંધકારમય વાતાવરણ થાય છે અને રાહુ અંધકારનો ગ્રહ છે તેમજ સર્પજાતિનો મુખ્ય દાતા છે મુખ અને પૂંછડી થી ગ્રહ આવતા જે ઝેર અસરો થાય છે તે અન્ય ગ્રહો પર થાય છે અને તે વાતાવરણમાં લાગતી હોવાથી આ જાતકને સર્પદોષ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રશ્ન:- ક્યાં કારણોથી ગજ કેસરીયોગ બને છે અને ગ્રહોની એવી પરિસ્થિતિથી ગજ કેસરીયોગ થાય છે?

જવાબ:- ગજ એટલે હાથી અને કેસરી એટલે સિંહ જેનો સામાન્ય અર્થ થાય છે હજી કેસરી યોગ થવાનું મુખ્ય કારણ ગુરુ અને ચંદ્ર છે ગુરુનું વાહન હાથી છે કેસરી એટલે સિંહ પરંતુ અહીંયા અર્થ સિંહ નહીં હરણ થશે હરણ કેસરી રંગનું હોય છે એમ હાથી અને હરણનો સમાન હોય ગજ કેસરી અંદર બતાવ્યો છે જેમાં ચંદ્રથી ગુરુ જો યુવતીમાં હોય એટલે કે સાથે હોય અથવા કેન્દ્રમાં હોય અથવા તે ચાર સાત કે 10 મા ખાનામાં હોય અથવા સામ સામે હોય તો ગજ કેસરી યોગ બને છે અને જેને હાથી અને હરણ જેવું સુખ પ્રાપ્ત થાય તેવી સંભાવના હોય છે. ચંદ્ર એ મનનો કારક હોય છે માટે મનનું ધાર્યું થાય તે માટે યોગ રહેલો હોય છે.

રાશિફળ જાતકોને જાણવામાં રસ હોય છે કેમકે પહેલાના સમયમાં ચોક્કસ સમય હતો નહીં જન્મ સમય માટે ચોક્કસ કુંડળી હતી નહીં જે માટે જાતકો એ મનના ધાર્યા મુજબ કરવા માટે રાશિફળ જોતા હોય છે અત્યારના યુગમાં શારીરિકની બદલે માનસિક કામ વધી ગયું છે જે અંગે લોકો પોતાના રાશિફળ જાણવાની ઉત્કૃષ્ટતા રાખે છે.

પ્રશ્ન:- જ્યોતિષશાસ્ત્રમાં જેમ જન્મકુંડળી છે તેમ હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્ર છે તો તેમાં સૌથી વિશ્વાસ રૂપ ક્યુ શાસ્ત્ર છે?

જવાબ:- જે વ્યક્તિનો જન્મ સમયે જન્મ સ્થળ ચોક્કસ હોય તે જ જન્મકુંડળી કઢાવી શકે છે હસ્તરેખા અને સામુદ્રિક શાસ્ત્ર અંગે મનુષ્યના જન્મ પહેલા ગર્ભમાં પાંચમા સમયે સાયન્ટિફિક વૃદ્ધિ થઈ ગયેલી હોય છે જેમાં ઝીણામાં ઝીણી રેખાઓ નો અભ્યાસ કરીને તેમના અનુસાર એ કથન કરવામાં આવતું હોય છે આમ નિષ્ણાંતો દ્વારા અલગ અલગ રીતે ભાવી રેખાઓ દ્વારા નક્કી કરાતું હોય છે અને અલગ અલગ શાસ્ત્રો દ્વારા થોડા ઘણા મત મતાંતરો પણ રહેલા હોય છે.

પ્રશ્ન:- જ્યોતિષ અનુસાર કોઈપણ નંગ પહેરવા કેટલા જરૂરી છે તેમજ અસર શું થાય છે? તથા ચક્ર વિશે શુ કહેશો?

જવાબ:- માનવીના જીવનમાં રંગ થેરાપીનું મહત્વ રહેલું છે જેમાં ગ્રહોની સ્થિતિ પ્રમાણે તેઓ નંગ પહેરવાનું સૂચવતા હોય છે જેમાં કલર સ્ટોન એ તેમના જીવન અનુસાર ખૂટતા રંગને પૂરા કરે છે અને તેના દ્વારા નિરાકરણ લાવવામાં આવે છે ત્યારબાદ ચક્રોની વાત કરીએ તો ચક્રો ના દેવતાઓ અલગ છે તેમની દેવી અલગ છે દરેક ચક્રની અંદર જુદી જુદી કલરની આભાવ હોય છે અને જો નંગ કે કાંઈ ન ધારણ કરવો હોય તો શ્વાસોશ્વાસની રીધમથી તેમની પ્રક્રિયા દ્વારા ચક્રોને સાધારણ રીતે લાભ મળે તેવી રીતે નિરાકરણ લાવી શકાય છે.

જ્યોતિષશાસ્ત્ર વિશેની વધુ માહિતી માટે કોઈપણ ને જાણવા કે શીખવાની જિજ્ઞાસા વૃતિમાં સૌપ્રથમ તેમની પાસે ગણિત હોવું જરૂરી છે અને અત્યારે કોઈ પણ યુનિવર્સિટી કે માધ્યમ દ્વારા જ્યોતિષ શીખડાવવામાં આવતું નથી અને સાયન્ટિફિક સ્વરૂપે ક્યાંય ઉમેરવામાં આવેલ નથી.