Abtak Media Google News

 

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની ઓનલાઈન બેઠક સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાધીનગર ખાતેથી યોજાઈ હતી. હવામાન વિભાગના અઘિકારી દ્વારા જણાવાયુ હતું કે, રાજયમાં આગામી દિવસોમાં હવામાનની આગાહી જોતાં આજ સુધી પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરામાં અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. તથા રાજકોટ,જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, વડોદરા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, વડોદરા, ખેડા, આણંદ મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. 25 અને 26મીએ આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, સુરત નવસારી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. આમ ઉ5રોકત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના જોતા બચાવ કાર્ય માટે NDRF અને SDRFની ટીમો એલર્ટ રાખવા સૂચના આ5વામાં આવી છે.

ચાલુ વર્ષે અંદાજીત 83.84 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયેલ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 85.83 લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 98.01% વાવેતર થયેલ છે. સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના  55.89% છે. રાજયના 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ 5ર કુલ-79 જળાશય, એલર્ટ 5ર કુલ- 12  જળાશય તેમજ વોર્નીગ 5ર-13 જળાશય છે.

એન.ડી.આર.એફ.ની કુલ 20 ટીમમાંથી 18 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે. જે પૈકી 1-વલસાડ, 1-સુરત, 1-નવસારી, 2-રાજકોટ, 1-ગીર સોમનાથ, 1-અમરેલી, 1-ભાવનગર, 1-જુનાગઢ, 2-જામનગર, 1-પાટણ, 1-મોરબી,1- દેવભુમી ઘ્વારકા,1-પોરબંદર,1- ખેડા,1-પંચમહાલ,1- ગાંઘીનગર – ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. અને 1-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

એસ.ડી.આર.એફ.ની કુલ 11 ટીમમાંથી 08 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જેમા 1 રાજકોટ,1-ગોંડલ, 1- જુનાગઢ,1-કેશોદ,  2- જામનગર ,1- રાલજ (આણંદ) અને 1- ખેડા  ખાતે ડીપ્લોય કરવામાં આવેલ છે. 1-ગોઘરા,1-વાવ,1-વડોદરા ,1-અમદાવાદ અને 1-વાલીયા ખાતે રીઝર્વ રાખવામાં આવેલ છે.

ઇસરો,ફોરેસ્ટ વિભાગ,આરોગ્ય વિભાગ, ફિશરીઝ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, જી.એમ.બી., શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી.,ફાયર વિભાગ, કોસ્ટગાર્ડ, બાયસેગ તથા માહીતી ખાતાના અઘિકારીઓ મીટીંગમાં હાજર રહયા હતા અને આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના અંગે આગાહી ધ્યાને લઇ રાહત બચાવના પગલાં અંગે તમામ વિભાગોની તૈયારી અંગે ચર્ચા/સમીક્ષા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.