માંડવી ચોક દેરાસર ખાતે અનેક શ્રધ્ધાળુઓએ ભકિત સંગીતનો કાર્યક્રમ માણ્યો

રાજકોટ શહેરના દેરાસરોમાં રંગબેરંગી ફુલો, લાખેણી આંગીના નયનરમ્ય દર્શન

 

અબતક,રાજકોટ

આશરે 200 વર્ષ જૂના માંડવી ચોક દેરાસર ખાતે પર્યુષણ પર્વના પાવન  દિવસો દરમ્યાન દરરોજ  ભકિત સંગીતનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. છેલ્લા 25 વર્ષથી  ભાવિકોને ભકિત સંગીત થકી ધર્મમય  બનાવતા  ધર્મેશ દોશી અને શૈલેષ વ્યાસ  ભકિતગીતો  ગાઈ લોકોને  ભકિતમાં  રસતરબોળ કરી રહ્યા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકો ઉત્સાહ ભેર ભકિત સંગીતનો સાથે ભગવાનને  રંગબેરંગી  ફુલો, લાખેણી  આંગી દર્શનનો લ્હાવો લઈ  રહ્યા છે.  માંડવી ચોક દેરાસર ખાતે  દરરોજ રાત્રે 8.30 થી 10.30 દરમ્યાન ભકિત ગીતોનું   આયોજન થયું છે. તેમજ છેલ્લા દિવસે  એટલે કે  સવંત્સરીએ રાત્રે  7.30 થી લોકો  મનમૂકીને  આ કાર્યક્રમ માણશે.

 

લોકોને ભકિતમા અતિ તરબોળ થતા જોઈ અમને પણ અનેરૂ જોમ મળે છે: ધર્મેશ દોશી

માંડવી ચોક જિનાલય દાદાવાડી માં લગભગ છેલ્લા 25 વર્ષથી હું અને મારા જોડીદાર શૈલેસભાઈ વ્યાસ અમે બંને ભક્તિ સંગીત કરાવી રહ્યા છીએ. રાજકોટ માં આ દેરાસર ને આશરે 200 વર્ષ થવા આવશે.ત્યારે 25વર્ષ કોઈ ભક્તિકારે ભક્તિ સંગીત એકધારું શરૂ રાખ્યું હોય એવું હજી બન્યું નથી તેવું અહીં ના વડવાઓ કહે છે.પણ અમને અહીંથી એવું જોમ મળે છે.કે આ સ્થળ છોડી બીજે કયાંય  જવું નથી વિદેશ માંથી પણ અમને આમંત્રણ મળે છે.પરંતુ આ સુપાશ્વનાથ દાદાની છાયા છોડી ક્યાંય જવાનું મન થતું નથી  એટલો સુંદર અહીંનો માહોલ હોય છે. લોકો અહીં એટલા જ ભાવ થી સાંભળે છે અને એટલા બધા ભક્તિ માં તરબોળ થઈ જાય છે.એનો અમને ખૂબ લાભ મળે છે. ભક્તિ સંગીત માં હવે મહાવીર જન્મકલ્યાણક જન્મ વાચક નો દિવસ આવશે ત્યારે આજ થીજ મહાવીર સ્વામી ના હારલડા શરૂ થઈ જશે તેમજ કોવિડ ની ગાઈડલાઈન ને ધ્યાને લઇ માત્ર 2કલાક માંજ આપણો કાર્યક્રમ પૂર્ણ કરી કરી આપી છીએ. સવંતસરી ના દિવસે આપણો કાર્યક્રમ વહેલો શરૂ થઈ જશે અને છેલ્લા દિવસે લોકો બધા મંન મૂકી ને કાર્યક્રમ માણશે અહીંયા ફૂલોનો શણગાર અને પરમાત્માની આંગી અતિ ભવ્ય હોય છે.

 

 

આ વર્ષે  લોકો આનંદ-ઉમંગથી દેવદર્શન, પૂજા, આંગી દર્શન કરવા આવી રહ્યા છે: જીતુભાઈ ચા વાળા

195 વર્ષ ના આ પ્રાચીન તીર્થ માં પર્યુષણ પર્વ નો બીજો દિવસ છે. દોઢવર્ષ ના સમયગાળા બાદ મંદિરો ની અંદર ત્રિલોક ના નાથ દેવાધી દેવ ને પૂજ્યા વગર રહીગ્યા હોય ત્યારે લોકો ભક્તિ કરવાના ના ભૂખ્યા છે જેમ કે ધર્મની હેલીચડી હોય એ રીતે દેરાસરો, ઉપાશ્રયોમાં દર્શન , દેવદર્શન , પૂજા-મહાપૂજા ,આંગી કરવા લોકો ખૂબ ઉમંગથી આવી રહ્યા છે. આ વખતે કોરોના ની ગાઈડલાઈન ના માર્ગદર્શન હેઠળ પર્યુષણ પર્વ ઉજવાય રહ્યું છે. ક્યાંય પણ લોકો ની ખોટી ભીડ થતી નથી લોકો જાતે પોતાની સોશિયલ ડિસ્ટન્સ ની તકેદારી રાખી રહ્યા છે. રાજકોટ ના તમામ જૈનો દ્વારા નકકી કરવામાં આવ્યું છે કે જે સ્વામી વાત્સલ્ય સંઘજમણ થતું તે આ વખતે બંધ છે. પ્રભુ ભક્તિ બધી જગ્યા એ ચાલુ છે તેમજ આનંદ અને ઉમંગ ઉજવે છે.ત્યારે અમારા પ્રાચીન તીર્થંકર માં કરોડોની કિંમત ની હીરા-મોતી ની આંગી ભગવાનને ઘરેણાં ચડાવામાં  આવ્યા છે તેમજ ખૂબ આનંદ અને ઉલ્લાસથી આ પર્યુષણ પર્વ ઊજવાય રહ્યું છે.  ભક્તિ સંગીત નું પણ આયોજન અહીં થઈ રહ્યું છે. 150 લોકો ની બેઠક વ્યવસ્થા કરી અને કોવિડ ગાઈડલાઈન નું પાલન કરવામાં આવી રહ્યું છે. લોકો આ વર્ષે પર્યુષણ માં પોતાના ઘરો માં કોઈ પણ જાતની માંદગી ન આવે અને તેમના પરિવારના સ્વાસ્થ્ય ની અને આરોગ્યની સલામતી ની પ્રાર્થના કરી રહ્યા છે.