Abtak Media Google News
  • દુબઇથી આવેલા ક્ધટેન્ર કપડા હોવાનું જાહેર કરી 70 કિલો હેરોઇનો જંગી જથ્થો મળી આવ્યો
  • ગુજરાત ATSની ટીમને મળી વધુ એક મહત્વની સફળતા

કચ્છનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ સમાન માર્ગ હોય તેમ વિદેશથી આવતા જહાજમાં અવાર નવાર ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે ત્યારે તાજેતરમાં જ દુબઇના જેબર અલી પોર્ટ પરથી આવેલા ક્ધટેન્રમાં હેરોઇનનો જંગી જથ્થો હોવાની બાતમીના આધારે એટીએસની ટીમે દરોડો પાડી રૂા.350 કરોડની કિંમતના 70 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી ઉંડી તપાસ હાથધરી છે.

મુન્દ્રા પોર્ટ પરથી ગત વર્ષે એટીએસની ટીમ દ્વારા 21 હજાર કરોડની કિંમતનું ત્રણ હજાર કિલો ડ્રગ્સનો જંગી જથ્થો એટીએસ અને કસ્ટમની ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા. 21 હજાર કરોડના ડ્રગ્સના ગુનામાં દિલ્હી અને હૈદરાબાદ કચ્છના કેટલાક શખ્સોની ધરપકડ કરી રાષ્ટ્ર વ્યાપી તપાસ બનાવી હતી.

આમ છતાં પાકિસ્તાનના કેટલાક શખ્સો કચ્છના જખૌ દરિયા કિનારે ડ્રગ્સના પાર્સલ ફેંકી દેતા હોવાથી સ્થાનિક શખ્સોની મદદથી ઉતર ભારતમાં ડ્રગ્સનો જથ્થો પહોચતો હોવાનું પગેરૂ પણ એટીએસની ટીમે મેળવી દિલ્હી અને પંજાબના શખ્સોની ધરપકડ કરી હતી.

દરમિયાન મુન્દ્રા પોર્ટ પર આવેલા જેબર અલી પોર્ટેથી આવેલા ક્ધટેન્રમાં કપડા હોવાનું જાહેર કરી કસ્ટમ ક્લિયરીંગ કરાવવામાં આવ્યું ત્યારે તેમાંથી રૂા.350 કરોડની કિંમતના 70 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવતા એટીએસની ટીમ દ્વારા ક્ધટેનર કોને મગાવ્યું અને કસ્ટમમાં ક્યિરીંગ માટે કોણ આવ્યું તે અંગે તપાસ હાથધરી છે. કરોડોની કિંમતના ડ્રગ્સ કાંડમાં ટૂંક સમયમાં જ મોટા ધડાકા ભડાકા થઇ શકે તેમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ડ્રગ્સ અંગેની લેબોરેટરી ટેસ્ટીંગની કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ ડ્રગ્સ અંગે સતાવાર જાહેર કરવામાં આવશે તેમ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.