Abtak Media Google News

 

કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ના સૂત્રોચ્ચાર કર્યા

અબતક, રાજકોટ :

ગુજરાતમાં વિધાનસભા સત્રની શરૂઆત સાથે કોંગ્રેસનો હોબાળો જોવા મળ્યો. કોંગ્રેસના સુત્રોચ્ચાર વચ્ચે રાજ્યપાલે પોતાનું સંબોધન ટૂકાવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કર્યો હતો. કોંગ્રેસે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, ‘ભાજપ તારા રાજમાં ડ્રગ્સ માફિયા મોજમાં…’ કોંગ્રેસના ધારાસભ્યોએ ગોવિંદ પટેલના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. ગોવિંદભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. ગોવિંદભાઇને અભિનંદન ભાઈ અભિનંદન.

નોકરિયાત વર્ગ માટે સારુ બજેટ હશે – નાણામંત્રી

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, ત્યારે ગુજરાતના બજેટ અંગે બોલ્યા નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યું કે, ખેડૂતો, યુવાનો, મહિલાઓ માટે સારું બજેટ હશે. તમામ વર્ગને ઘ્યાનમાં રાખનારું બજેટ હશે. માછીમારો, આદિવાસીઓને ધ્યાને રાખીને બજેટ આવશે. નોકરિયાત વર્ગ માટે બજેટ સારું હશે. નવી યોજનાઓ અને વધારા સાથેનું બજેટ હશે.

આવતીકાલે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે તે પહેલાં આજે રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને તેના પ્રારંભે જ વિપક્ષે તડાફડી બોલાવવાનું શરૂ કરી દેતાં આ વખતનું સત્ર હંગામેદાર રહેવાના પૂરા અણસાર મળી રહ્યા છે. બીજી બાજુ સરકારે પણ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી બજેટમાં કલ્યાણકારી યોજનાઓનો ઢગલો કરી દેવાની રણનીતિ ઘડી કાઢી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ કાલે પ્રથમ વખત બજેટ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.