Abtak Media Google News

સુરેન્દ્રનગર દુધરેજમાં વઢવાણ પાલિકાને ભેળવવામાં આવતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલું શહેર

વઢવાણ શહેરનું પ્રવેશ દ્વાર ધોળીપોળ આવેલું છે. તેની બાજુમાં જ આવીને એક વિશાળ જગ્યા છે જેમાં જાણે કચરો ભેગો કરવાનું યુનિટ બની ગયું હોય તેવું દ્રશ્ય હાલમાં સામે અફાવ્યું છે અને આ અંગેનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે અને હાલમાં આ અંગેની અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારે હાલમાં આ કચરામાં અસંખ્ય ભૂંડ પણ આખો દિવસ આ વિસ્તારમાં કચરાના કારણે અસંખ્ય પ્રકારે જોવા મળે છે અને લોકોને વાહન ચાલકોને પણ અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે ત્યારે જાણકાર લોકો જણાવી રહ્યા છે કે જ્યારથી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાને એકત્રિત કરવામાં આવી છે ત્યારે વઢવાણનો વિકાસ રૂંધાઈ ગયો અને વઢવાણમાં એક પણ સમસ્યાનું નિરાકરણ આવતું ન હોવાનું જાણવા મળી રહ્યું છે

જ્યારે ખાસ કરીને લોકોના આરોગ્ય ઉપર સાફ-સફાઈની જરૂરિયાત હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તો ઠીક પરંતુ વઢવાણ પણ હાલમાં બસ સુરતી નું એક બે નમૂનો તસવીર બની ગયું છે ત્યારે હાલમાં વઢવાણ શહેરનો ધોળી પોળ વિસ્તારમાં આવેલો દરવાજો છે જ્યાંથી તમામ લોકો કે જેઓ બહારગામ થી આવે છે અને જાહેરમાં વસવાટ કરે છે આવા દરેક લોકોએ આ દરવાજામાંથી પ્રવેશ કરવાનો હોય છે

ત્યારે આ વઢવાણ શહેરના પ્રવેશ દ્વાર ઉપર જ મોટા મોટા ગંદકીના ગંજાવરો કડકાઈ ગયા છે અને લોકોને સમસ્યાથી પીડાઈ રહ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમસ્યા નિરાકરણ માટે અનેક વાર અનેક પ્રકારની રજૂઆતો વઢવાણ નગરપાલિકામાં કરવામાં આવી છે પરંતુ કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતું હોવાનું હાલમાં વાયરલ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે ત્યારે આ જોતા જ ગમે તેવા લોકોને પણ ખ્યાલ આવી જાય કે નગરપાલિકા કામકાજ માટે કેટલી જાગૃત છે અને કેટલી લોકોને સગવડતા આપે છે

તેના ઉપરથી ખ્યાલ આવે છે અને હાલમાં શહેરી વિસ્તારોમાં પણ ચાર ચાર દિવસ સુધી તેમની ગાડીઓ કચરો લેવામાં આવતી હોવાનું જાણવા મળે છે ત્યારે હાલમાં વઢવાણ શહેરમાં ગંદકીમાં ફેરવાઈ ગયું છે અને હાલમાં વઢવાણના પ્રવેશ દ્વાર ઉપર જ ગંદકીના ગંજાવર કડકાયા છે અને સમગ્ર વઢવાણ ઉપર આરોગ્ય ઉપર ખતરો જોવા મળી રહ્યો છે અને આ વિસ્તારના પ્રવેશ દ્વાર ઉપર જ ગંદકી હોવાના કારણે બહારથી આવતા અનેક લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે હાલમાં તાત્કાલિક અસર હે ધોળકોડ વિસ્તારના આ દરવાજામાં સાફ-સફાઈ કરી અને તાત્કાલિક અસરે દવાનો છંટકાવ કરવા માટે વઢવાણ શહેરી જનતાની માંગણી ઊઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.