કોઈપણ તંત્ર-મંત્ર અને યંત્રની તોલે ન આવતા ચંડીપાઠ માતાજીની ઉપાસનામાં મોખરે

ચંડીપાઠ કરવાથી દુ:ખોનો નાશ અને મોક્ષની થાય છે પ્રાપ્તી

માતાજીની ઉપાસનામાં ચંડીપાઠ મુખ્ય ગણાય છે. ચંડીપાઠને દુર્ગા સપ્તશની પણ કહેવામાં આવે છે.ચંદીપાઠ માતાજીની ઉપાસનાના ગઢ રહસ્યો ભરેલા છે. અને ભકતો માટે ચંડીપાઠ કલ્પવૃક્ષ સમાન છે. ચંડીપાઠમાં રાજા સુરજાને મહર્ષિ મેઘા કહે છે કે હે મહારાજ તમે તેજ ભગવતી માનું શરણુ ગ્રહણકરો જેનાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તી થાય આમ રાજા સુરજાએ માતાજીની ઉપાસના કરી માનુ શરણુલીધુ અને મોક્ષની પ્રાપ્તી કરી આવી રીતે માતાજીનું શરણુ લઈ હજારો વર્ષોથી ઘણા ભકતો શાંતી અને સમૃધ્ધિ પામ્યા છે.

ચંડીપાઠમાં કુલ ૧૩ અધ્યાય છે. એટલે કે ૭૦૦ શ્ર્લોક છે. જેમાંમ ધુ, કૈટભવધ, મહિષાસુરનો વધ, દેવી સ્તુતિ અને અનેક આસુરી તત્વોનો માતાજીએ વધ કરેલી વાત ફળસ્તુતી શ્ર્લોક સ્વરૂપે વર્ણવેલ છે. ચંડીપાઠમા આવેલા ૧૩ અધ્યાયનું વર્ણન કરવું મુશ્કેલ છે. કારણ કે તે ગૂઢ રહસ્યોથી ભરેલ છે. ચંદીપાઠમાં સાથે સપ્ત શ્ર્લોકી દુર્ગા કવચ, અર્ગલા કીલક, રાત્રી સુકત તથા દેવી અર્થશીષ અને સિધ્ધકુંજીકા સ્તોત્ર આવે છે.

ચંડીપાઠ પુરા વિશ્વની મુશ્કેલીઓ પણ દૂર કરી શકે તેવી શકિત કહેવાય છે ફકત અર્ગલાના પાઠ કરવાથી પણ તુરત ફળ મળે છે. ચંડીપાઠને તેના અલગ અલગ શ્ર્લોકથી સંપુટ પાઠ કરાવામાં આવે તો વિપત્તિઓનો નાશ, ભયનાશ, રોગનાશ તથા રોગચાળાનો નાશ તથા નિવારણ થાય છે. વિઘ્નબાધા દૂર થાય છે તથા દારિદ્રય દુ:ખ પણ ચંડીપાઠ દ્વારા દૂર થાય છે.

ચંડીપાઠમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ તંત્ર મંત્ર અને યંત્ર ચંડીપાઠની બરાબરી કરી શકતુ નથી. તંત્રવિધી પણ ચંડીપાઠની બરાબરી કરી શકતુ નથી. ચંડીપાઠના પાઠ હંમેશા માણસને ફાયદો જ કરે છે. લાભ આપે છે. નુકશાનકારક નિવડતા નથી. ધર્મસિંઘુ ગ્રંથના તથા ચંડીપાઠના આધારે જોઈએ તો ઉપદ્રવોના નાશ માટે ૩ ચંડી પાઠ કરાવવા તથા ગ્રહપીડા નિવારણ માટે પાંચ ચંડીપાઠ કરાવવા, મહાભાઈ માટે સાત ચંડીપાઠ કરાવા, શત્રુદુર કરવા ૧૨ ચંડીપાઠ કરાવવા, લક્ષ્મીની પ્રાપ્ત માટે ૧૫ ચંડીપાઠ કરાવવા. ચંડીપાઠ કરાવવાથી મહાબીમારીનો નાશ અને ભયાનક શત્રુને પણ હંફાવી શકાય તેમ શાસ્ત્રી રાજદીપ જોષી દ્વારા જણાવાયું છે.