ગોંડલ તાલુકા પોલીસ મથકે બંધીયાની મહિલાએ પાડોશીના ત્રાસથી જાત જલાવી

0
28

મારામારીના ગુનામાં જેલમાંથી છુટી પાડોશી વિરૂઘ્ધ પોલીસમાં અરજી આપી જાત જલાવી’તી  

ગોંડલ નેશનલ હાઈવે ઉપર આવેલ તાલુકા પોલીસ મથકના દ્વારે બંધીયા ગામ ની મહિલાએ પાડોશીઓના ત્રાસથી કંટાળી કેરોસીન છાંટી જાત જલાવી લેતાં પોલીસ મથકના પટાંગણમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો પોલીસ જવાનોએ પાણીનો મારો ચલાવી મહિલાને વધુ સળગતા અટકાવી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડી હતી જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના બંધીયા ગામે રહેતા કંચનબેન જયંતીભાઈ ગોહેલ ઉમર વર્ષ 55 ગોંડલ તાલુકા પોલીસ મથકમાં પાડોશીઓ વિરુદ્ધ અરજી દેવા આવ્યા હતા બાદમાં પોલીસ સ્ટેશન ના દ્વાર પાસે પોતાની જાતને કેરોસીન છાંટી કાંડી ચાપી લેતા અફરા તફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો પીએસઆઇ એમ જે પરમાર સહિતનાઓએ દોડી જાઇ પાણીનો મારો ચલાવી મહિલા ને વધુ સળગતા બચાવ્યા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાઇ હતી.

બનાવ તાલુકા પોલીસ મથકમાં બન્યો હતો તાલુકા પોલીસ સીટી મથકની અંદર માં આવતું હોય જાણવાજોગ સિટી પોલીસ મથકે નોંધાવા પામી છે

જ્યારે બનાવવા અંગેની તપાસ ચલાવી રહેલ તાલુકા પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું કે વર્ષ 2014માં કંચનબેનને પાડોશીઓ સાથે ઝઘડો થવા પામ્યો હતો જેનો કેસ ચાલી જતાં ત્રણથી ચાર મહિનાની સજા કંચનબેન તેના પતિ જેન્તીભાઈ અને પુત્રને થવા પામી હતી ગત અઠવાડિયે સજા ભોગવી બંધીયા ગામે પરત પહોંચ્યા હતા, પડોશીઓ દ્વારા ફરી મેણા ટોણા અને ઝગડાઓ શરુ કરાતા કંચનબેન કંટાળી ગોંડલ તાલુકા પોલીસ મથકે અરજી આપવા આવ્યા હતા પોલીસની અરજી સમજે તે પહેલાં જ પટાંગણમાં પડેલા વાહનો ની પાછળ જઈ સાડીમાં છુપાવેલ કેરોસીનનું ડબલુ કાઢી જાત જલાવી લીધી હતી બાદમાં પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ જઇ તેઓનું નિવેદન નોંધ્યું હતું જેમાં તેઓએ પાડોશમાં રહેતા મહોબત ખાન, અફસાના બેન, સાહિલ, વર્ષાબેન, ગીતાબેન, રેખાબેન, પરેશભાઈ, રહીમભાઈ, ગુલશનબેન અને ફારૂકભાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here