Abtak Media Google News

રાજસ્થાનના બાડમેરના ટેલર ચાલકની ધરપકડ: ચોખાની બિલ્ટી બનાવી કંડલા લઈ જવાતો ૧૪,૩૫૨ બોટલ દારૂ કબજે

ઉચ્ચ પોલીસ અધિકારીઓના આંતરિક મતભેદોના કારણે દા‚બંધીને સફળ બનાવવા માટે રાજય સરકારે શરૂ કરેલો સ્ટેટ મોનિટરીંગ સેલ વિખેરી નખાયા બાદ રાજય પોલીસ વડાએ તમામ રેન્જ અને એસપી તેમજ કમિશનરોને દારૂના દુષણ સામે કડક કાર્યવાહી સુચનાઓ આપી છે. તે દરમિયાન બોર્ડર રેન્જના આર.આર.સેલએ કચ્છ-પાટણની બોર્ડર પર આવેલા વારાહીમાં ૫૭.૪૦ લાખ રૂપિયાની કિંમતનો શરાબ ભરેલું ટ્રેલર ઝડપી પાડી સપાટો બોલાવ્યો છે.સેલના એ.એસ.આઈ કિરીટસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે ગત મધરાત્રે વારાહીની આસોપાલવ હોટેલ પાસે નાકાબંધી કરી રાજસ્થાન પાર્સીંગના ટ્રેલર આર.જે.૦૪ જી.એ.૯૬૨૩ને અટકાવાયું હતું. ટ્રેલરમાંથી વિવિધ બ્રાન્ડના શરાબની ૧૧૯૬ પેટીમાં રહેલી ૧૪,૩૫૨ બોટલ શરાબ મળી આવ્યો હતો. ૫૮,૪૦,૮૦૦ની કિંમતનો દારૂ અને રૂ.૧૫ લાખના ટ્રેલર, ૧૩ હજારની રોકડ અને ૧ હજારની કિંમતના મોબાઈલ ફોન સહિત પોલીસે કુલ ૭૨,૫૪,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રેલરના ચાલક જલારામ નરસિંગારામ કેશરારામ સારણ (રહે.તરાત્રા, ચોહટન, બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. શરાબનો આ જથ્થો ચોખાની બિલ્ટીની આડમાં કંડલા લઈ જવાતો હોવાનું ખુલ્યું છે. ડ્રાઈવરની પ્રાથમિક પુછપરછમાં શરાબનો આ જથ્થો રાજસ્થાનના રાજગઢના રામસિંગ નામના બુટલેગરનો હોવાનું ખુલતા તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.