Abtak Media Google News

એટીએમથી ૫ લાખની વધુ રકમ ઉપડી જવા મામલે આઈ.ટી.એક્ટ મુજબ ગુન્હો દાખલ મોરબીના જુદા – જુદા  આસામીઓના રૂ. ૫,૦૫,૧૮૦ ઉપડી જતા એલસીબી ટીમ મેદાને

મોરબીમાં એટીએમમાંથી નાણાં ઉપડ્યા બાદ જુદા – જુદા ૨૨ થી વધુ લોકો સાથે નવતર પ્રકારે છેતરપિંડી થઈ છે એ મામલે હાલ બાર આસામીઓની જાણ બહાર ભેજાબાજ ગાંઠિયાએ એક પછી એક તમામ ખાતા ધારકના બેન્ક ખાતામાંથી રૂ. ૫,૦૫,૧૮૦ રૂપિયા તફડાવી લેતા આ ગંભીર બનાવ મામલે એલસીબી ટીમ મેદાને આવી છે અને આઈ.ટી.એક્ટ મુજબ ગુન્હો નોંધી ભેજાબાજ ચીટરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આજરોજ ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસ  બેન્કના ખાતા ધારકોની જાણ બહાર એ.ટી.એમ. દ્વારા રૂપીયા ઉપાડી કોડ થતુ અટકાવવા અગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા અરજદાર વાસુદેવભાઇ ખેલશંકરભાઇ વ્યાસ રહે.

રવિપાર્ક-ર વાવડી રોડ મોરબી વાળાના બેન્ક એકાઉન્ટ માથી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ઠીયાના એ.ટી.એમ. દ્વારા રૂ.૨૦,૫૦૦ અરજદારની જાણ બહાર ઉપડી ગયેલ અંગેની અરજી અન્વયે તેમજ અગિયાર સાહેદોના નાણા પણ તેઓના બેન્ક એકાઉન્ટ માથી જાણ બહાર અલગ-અલગ જગ્યાએથી એ.ટી.એમ. દ્વારા ઉપડી ગયેલ હોય, જેથી ફરીયાદી તથા સાહેદોના મળી કૂલ રૂ.૫,૦૫,૧૮૦ એ.ટી.એમ. મારફતે ખાતા ધારકોની જાણ બહાર નાણ ઉપાડવા અંગે આઇ.ટી.એક્ટ મુજબ કોઇ અજાણ્યા માણસ સામે મોરબી એલ.સી.બી એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાયેલ છે.

ઉલ્લેખનીય છે કે એટીએમમાંથી ખાતા ધારકોની જાણ બહાર નાણાં ઉપાડી જવાની ઘટનામાં ભોગ બનનાર લોકોનો આંકડો હજી પણ વધી શકે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

જો કે આવી છેતરપિંડી અટકે તે માટે નાગરિકોએ પણ જાગૃત બની સાવધ રહેવું જરૂરી છે, આ ગંભીર અને ચોકવનારી છેતરપિંડી મામલે એલસીબી પોલીસે એડવાઇજરી જારી કરી લોકોને સચેત રહેવા પણ જણાવ્યું છે.

સાવચેતી રાખવા અપીલ

એલસીબી દ્વારા જાહેર જનતાને ઉપરોક્ત બનાવોથી સાવચેત ૨હેવા નીચે જણાવેલ વિગતોનું પાલન કરવા નમ્ર અપીલ છે. એ.ટી.એમ.માં નાણા ઉપાડતી વખતે પીન નંબરની ઉપર સ્પાઇ કેમેરો લગાવેલ છે કે કેમ તે ચેક કરવું. એ.ટી.એમ.માં પીન નંબર ટાઇપ કરતી વખતે બીજો હાથ પીન નંબર ઉપર રાખવો જેથી અન્ય કોઇ વ્યક્તિ કે છૂપાવેલ કેમેરા દ્વારા તમારો પીન નંબર જાણી ન શકે. એ.ટી.એમ.માં સ્વાઇપ મશીનમાં અન્ય કોઇ ઉપકરણ લખાયેલ છે કે કેમ તે ચેક કરી લેવું. શક્ય હોય તો એ.ટી.એમ.ના પીન નંબર બદલી નાખવા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.