Abtak Media Google News
સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષી પટેલ તેમજ કોટડા સાંગાણી કોલેજના આચાર્ય ડો.ગુણવતરાય વાજા સહિતનાઓ ઉપસ્થિત: ગુરુવારે ભાઈઓ માટે ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે યુનિવર્સિટીના સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં તરણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં આંતર કોલેજ તરણ સ્પર્ધામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જુદી જુદી 31 કોલેજોના 60 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષી પટેલ તેમજ કોટડા સાંગાણી કોલેજના આચાર્ય ડો.ગુણવતરાય વાજા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vlcsnap 2022 08 02 13H51M48S562

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષીબેન પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, સૌ.યુનિ.ની આંતરકોલેજ સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેના આજે બીજા દિવસે તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાઈઓ અને બહેનોએ વિવિધ તરણના દાવ લગાવ્યા હતા. અને યુનિવર્સીટીના ખેલાડીઓ નેશનલ લેવેલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું નામ રોશન કરે તેવા જ આમારા પ્રયાસો છે.

Vlcsnap 2022 08 02 13H51M55S318Vlcsnap 2022 08 02 13H52M03S243

ગઈકાલે ક્રોસ ક્ધટ્રી ટૂર્નામેન્ટમાં બહેનોની સ્પર્ધામાં 50 મિનિટ 51 સેક્ધડમાં દોડ પૂરી કરી એમ.જે. કુંડલિયા કોલેજની વિદ્યાર્થિની પાટડિયા ભાર્ગવી પ્રથમ ક્રમે વિજેતા થઇ હતીજેમાં 33 મિનિટ અને 45 સેક્ધડમાં 10 કિ.મી. દોડીને શાંતિનિકેતન કોલેજનો વિદ્યાર્થી જયરાજસિંહ જાડેજા પ્રથમ ક્રમે વિજેતા થયા હતા જ્યારે 34 મિનિટ અને 32 સેક્ધડમાં દોડ પૂરી કરી જસાણી કોલેજનો વિદ્યાર્થી સરવૈયા જયેશ બીજા ક્રમે અને 34 મિનિટ અને 54 સેક્ધડમાં દોડ પૂરી કરી.

Vlcsnap 2022 08 02 13H52M09S008

જે.જે. આર્ટસ કોલેજનો વિદ્યાર્થી સરિયા વિશાલ ત્રીજા ક્રમે રહ્યો હતો. જ્યારે 51 મિનિટ અને 34 સેક્ધડમાં દોડ પૂરી કરનાર ડીકેવી કોલેજની વિદ્યાર્થિની જૈમીની કદાવડા બીજા ક્રમે અને 53 મિનિટ અને 20 સેક્ધડમાં દોડ પૂરી કરનાર વિદ્યાર્થિની બાવળિયા સોનલ ત્રીજા ક્રમે વિજેતા થઇ હતી. ભાઈઓમાં જસાણી કોલેજ-રાજકોટ પ્રથમ રહી હતી જ્યારે કામાણી સાયન્સ કોલેજ રનર્સઅપ રહી હતી. બહેનોમાં માતૃશ્રી મહિલા આર્ટસ કોલેજ ચેમ્પિયન રહી હતી જ્યારે એસએસપી જૈન કોલેજ રનર્સઅપ રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.