Abtak Media Google News

વર્ષ ૨૦૧૯નું સંસદનું શિતકાલીન સત્ર દેશના સંસદીય કાર્યકાળમાં યાદગાર બની રહેશે. આર્થિક પછાત સવર્ણોને સરકારી અને ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓની સીધી ભરતીમાં દશ ટકા અનામતના ખાસ પેકેજ જેવા બંધારણના ૧૨૪માં સુધારાને સંસદ અને રાજય સભાના ગૃહોમાં સરળતાથી પસાર કરાવવામાં સભ્યની સફળતા ઐતિહાસીક ગણાવાશે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંધારણના ૧૨૪મા સુધારાને લોકતાંત્રીક બનાવવા બંધારણના ઘડવૈયાઓ અને દેશના શહીદોને ખરા અર્થે અંજલી ગણાવી હતી અન્ય એક મહત્વના કાયદામાં નાગરીક સુધારા ખરડાની સરકારે દેશમાં ૬ વર્ષથી વધુના સમયથી ભારતમાં વસવાટ કરી રહેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક લઘુમતી સમુદાય બીન મુસ્લીમ નાગરીકોને નાગરીક અધિકાર આપવાનો રસ્તો ખૂલ્લો કરી દેવાયો છે.

ભારતની અતીથીદેવો ભવની સંસ્કૃતી અને વસુદેવ કુટુંમ્બકમના સિધ્ધાંતોને ખરા અર્થમાં ઉજાગર કરનારા આ નિર્ણયથી નજીકના દેશોમાંથી ખૂબજ પીડાદાયી , સામાજીક દુર્ભાવનો ભોગ બની યાતનામય જીવન બાદ ભારત આવલે બીન મુસ્લીમ હિન્દુ નાગરીકોને ભારતની નાગરીકતા આપતો આ કાયદો એ માટે ઐતિહાસીક બની રહેશે કે દેશમાં ઘણા સમયથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શરણાર્થીઓ ભારતમાં કાયમી વસવાટની બંધારણીય અનુમતીની પ્રતીક્ષા કરતા હતા આ મામલો ઘણા લાંબા સમયથી રાજકીય અને બંધારણીય ધોરણે વિચારાધીન હતો પણ કોઈ પક્ષ અને નેતાગીરી તેને હાથ પર લેવાની હિંમત કરતુ નથી વડાપ્રધાન નરેન્દ્રભાઈની ઈચ્છાશકિત અને લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નનો માનવતાની દ્રષ્ટીએ ઉકેલ લાવવામાં સરકાર ખૂબજ સારી સ્થિતિમાં સફળ થઈ છે. જયારે વિદેશી નાગરીક શરણાર્થીઓને નાગરીકતા આપવાના નિર્ણય જાહેર થયો ત્યારે દેશભરમાં વિદેશી નાગરીકોએ નાગરીકત્વ મળતાની સાથે જ દિવાળી જેવી ખુશી વ્યકત કરી હતી. સરકાર ભારતનો નાતો વિશ્વભરમાં વસ્તા ભાતીય મૂળના નાગરીકો સાથે જીવંત રાખવાને અગ્રીમતા આપતા દેશ તરીકે વિશિષ્ટ રીતે ઓળખ ધરાવે છે. બીનનિવાસી ભારતીયોને બેવડુ નાગરીકત્વ અને હાલમાં જે રીતે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરીકોને ભારતનું નાગરીકત્વ ચાલુ છે. તે માનવતાના દ્રષ્ટીકોણથી ખૂબજ મહામૂલુ અને વિશ્વભરમાં આદરપાત્ર થતી રહેશે.

પાડોશી દેશમાં વસ્તા ધાર્મિક લઘુમતી સમાજના વિસ્તાપનનો આ પ્રશ્ન અને જેતે દેશમાં ધર્મ અસંહિષ્ણુતા અને સામાજીક રાગદૂરાનો ભોગ બનાવવાના દુષણ સામે માનવ અધિકારના અભીગમથી ભારત જે રીતે માનવતાના અભીગમ સાથે સહાયભૂત થવા અને માનવ અધિકારના જતન માટે માત્ર વાતો નહી થતા કથની અને કરણીમાં એકરૂપતા લાવીને જે રીતે બીન ભારતીય ધાર્મિક લઘુમતી સમુદાયના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરીકોને ભારતનું નાગરીકત્વ આપવામા આવ્યું છે. તે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલું ઐતિહાસીક અને ચિર કાલીન સામાજીક સમરસ્તા અને માનવતાવાદી કાર્ય તરીકે યાદગાર રહેશે.

આર્થિક પછાત સવર્ણોના પેકેજ અને નાગરીક અધિકાર બીલ માટે સરકારની બંધારણીય કવાયતમાં સંસદના બંને ગૃહમાં સરકારને જે રીતે લડાયક સમર્થન અને સહકાર સાંપડયો તેનું યશ અનન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્રમોદીના સૌના સાથ સૌના વિકાસના અભીગમથી દેશના તમામ રાજકીય પક્ષો અભીભૂત થયાનું ગણી શકાય ભારતમાં આશ્રય લેનારા બીન ભારતીય નાગરીકોને માનવતાના ધોરણે દેશનું નાગરીકત્વ આપીને સરકારે અતીથીદેવો ભવ: અને વસુદેવ કુટુંમ્બકમની ભાવના ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.