અતિથી દેવો ભવ ક્યાં ?? ધૂળેટીમાં વિદેશી મહિલા સાથે બની બહુ ખરાબ ઘટના, જુઓ વિડીયો

દિલ્હીમાં હોળીના દિવસે એક જાપાની યુવતીની કલર લગાવીને છેડતી કરવાની ઘટના સામે આવી છે જેમાં હોળી રમતા સમયે યુવકોની ટોળકીએ જાપાની યુવતી સાથે બળજબરી કરીને રંગો લગાવી રહ્યા હતા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકોઆ આવારા તત્વો પર ફિટકાર વરસાવી રહ્યા છે. જાપાની યુવતીની છેડતી કરવા બદલ ત્રણ યુવકોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે યુવાન જાપાની પ્રવાસી મધ્ય દિલ્હીના પહાડગંજમાં રહેતી હતો. ત્રણેય આરોપીઓમાંથી એક સગીર છે, તે પણ આ જ વિસ્તારના છે. યુવતીએ આ ઘટના અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી અને ભારત છોડીને બાંગ્લાદેશ જતી રહી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરીએ ટ્વીટ કર્યું છે કે તે બાંગ્લાદેશ પહોંચી ગઈ છે અને માનસિક અને શારીરિક રીતે ફિટ છે.

વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે જાપાનની યુવતી સાથે આરોપીઓ છેડત બળજબરીથી રંગ લગાવી રહ્યા છે, માથા પર ઈંડા પણ ફોડ્યા હતા ત્યારે આ મામલે દિલ્હી પોલીસે જાપાનની એમ્બેસીને પત્ર લખ્યો હતો. સોશીયલ મીડિયામાં હાલ આ સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે ત્યારે યુઝર્સ દ્વારા આ આરોપીઓ પર ફિટકાર વરસાવી રહ્યા છે. દિલ્હી પોલીસે જાપાનની એમ્બેસીને પત્ર લખ્યો છે અને કહ્યું કે આરોપી છોકરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરે.

દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કરીને આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણીએ કહ્યું, “જ્યારે પણ હું આ વિડિયો જોઉં છું ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. ગમે તે થાય, હું તેમાંથી કોઈને પણ બક્ષીશ નહીં, અમે સુનિશ્ચિત કરીશું કે તેમાંથી દરેક જેલના સળિયા પાછળ જાય.”

વીડિયોમાં જોઈ શકાય કે હોલી હૈ ના નારાઓ વચ્ચે એક જાપાની છોકરીને પુરુષોનું જૂથ આસપાસથી પકડી લે છે અને તેની છેડતી કરે છે. તેણીને બળજબરીથી રંગ લગાવે છે તેના માથા પર ઈંડા ફોડે છે ત્યારે પુરુષોથી ઘેરાયેલી આ જાપાની છોકરી આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે પ્રયત્ન કરે છે અને છેવટે બાય બાય વીડિયોમાં સાંભળી શકાય છે બાદમાં જેવી જ જાપાની યુવતી ત્યાંથી નીકળવા લાગે છે ત્યારે એક વ્યક્તિ તેને પકડવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં, છોકરીએ વિરોધ તરીકે તેને થપ્પડ મારી દીધી. છોકરી સંપૂર્ણપણે રંગમાં ભીંજાયેલી દેખાઈ રહી છે