નાણાવટી ચોક નજીક જૂના મન દુ:ખના પ્રશ્ને ધંધાર્થી પર હુમલો

ત્રણ શખ્સોએ ધોકા પાઈપ વડે મારમારી છરી ઝીંકી દીધી

રાજકોટ શહેરમાં મારામારીના બનાવો અનેક વધી રહ્યા છે. જાણે આવારા તત્વોને ખાખીનો ખોફ રહ્યો નથી તેઓ જ એક બનાવ સામે આવ્યો છે રેલ નગરમાં રહેતા ગાડી લે વેચ ના ધંધાર્થી પર ત્રણ શખ્સોએ જૂના મનદુ:ખ નો ખાર રાખી ધોકા વડે હુમલો કરી યુવાનને છરી ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતાં હોસ્પિટલે દોડી ધંધાર્થી ની ફરિયાદ પરથી ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવ અંગેની મળતી વિગતો અનુસાર રેલનગરમાં આવેલ કોપર હાઇટ્સમાં રહેતા અને ગાડી લે વેચ નું કામ કરતા વિશાલભાઈ શાંતુભાઇ ખુમાણ નામના 32 વર્ષીય યુવાન પર નાણાવટી ચોક નજીક સંજય રાઠોડ ઉર્ફે પપ્પુ, ઈલુ મેમણ અને એક અજાણ્યા શોખ સે નાણાવટી ચોક નજીક તેના પર ધોકા વડે હુમલો કરી કાનના ભાગે છરી ઝીંકી દેતાં તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલ પ્રાથમિક પૂછતાછ કરતાં જાણવા મળ્યું હતું કેમ વિશાલભાઈ અને આરોપી સંજય રાઠોડ ઉર્ફે પપ્પુને અગાઉ એક બીજાને સાથે બોલવા બાબતે જૂનું મનદુ:ખ ચાલતું હતું જે વાતનો ખ્યાલ રાખે ત્રણેય શખ્સોએ યુવાન પર ધોકા પાઇપ અને છરી વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે વિશાલભાઈ ની ફરિયાદ પણ તને શખ્સો સામે મારામારીનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.