બકાલાની આડમાં રાજકોટમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન: સાયલામાંથી 7 લાખના શરાબ સાથે રાજકોટનો બુટલેગર સહિત છ પકડાયા

0
57

પાઇલોટીંગ કરી રહેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરી ચોટીલા પોલીસે પકડી: યુટીલીટીમાં બકાલાની આડમાં રાજકોટ દારૂ ઘુસાડવાનો પ્રયત્ન: એલ.સી.બી. એ દરોડો પાડી 1915 બોટલ શરાબ, કાર અને બે યુટીલીટી મળી રૂપિયા 16.27 લાખનો મુદામાલ કબ્જે 

સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડ પંથકમાં વિદેશી દારૂ મોટા પાયે ઘુસાડવા બુટલેગરો મેલી મુરાદ પર સુરેન્દ્રનગર પોલીસે બે સ્થળે દરોડા પાડી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો છે. રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર આવેલા સાયલા પાસે રૂ. 7 લાખની કિંમતનો શરાબ સાથે છ શખ્સોની ધરપકડ કરી બે બોલેરો પીકઅપ વાન અને કાર તેમજ દારૂ મળી રૂ. 16.17 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે દશાડા-શંખેશ્ર્વર રોડ પર આવેલા વડગામ નજીક ડમ્પરમાથી 3732 બોટલ દારૂ સાથજે રાજસ્થાની  શખ્સની ધરપકડ કરી રૂ. ર0 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય હોવાની જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાને મળેલી માહીતી આધારે આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના સ્ટાફ રાજકોટ-લીંબડી ધોરી માર્ગ પર પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.પેટ્રોલીંગ દરમિયાન જીજે4 સીએ. 8336 નંબરની કાર દારૂની ગાડીની પાઇલોટીંગ કરી રહીની સ્ટાફને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. વી.આર. જાડેજા સહિતના સ્ટાફે સાયલા નજીક ગોઠવેલી વોંચ દરમિયાન પુરપાટ ઝડપે નીકળેલી સ્વીફટ કારને અટકાવવાનો પ્રયાસ કરતા નાશી છુટી હતી. પાછળ આવી રહેલી જીજે 13 એકસ 1057 અને જીજે 13 એટી 4021 નંબરની બન્ને યુટીલીટીને અટકાવી હતી.નાશી છુટેલી સ્વીફટ કારને ઝડપી લેવા જીલ્લાભરમાં નાકાબંધી કરતાં ચોટીલા અને નાની મોલીડી પોલીસ ચોટીલા નજીક ઝડપી લીધી હતી. એક યુટીલીટીમાં કોથળામાં કંતાનમાંથી અને બીજી યુટીલીટીમાં શાક બકાલાની આડમાં છૂપાયેલો રૂ. 7.08 લાખની કિંમતનો 1915 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રાજસ્થાનના ગજરાજસિંહ ગંભીરસિંહ સીસોદીયા, અમદાવાદનો રાજેન્દ્રસિંહ રણુભા જાડેજા, રાજકોટના દેવપરાનો કૈલાસ દેવરાજ ચારણ, અમદાવાદ લક્ષ્મણસિંહ કેરસિંહ રાઠોડ, ભાવનગરનો ઇમરાન ઉર્ફે બોબેડો હારુન કાલવા અને દિવ્યેશ નવલ સોલંકીની સહિત શખ્સોની ધરપકડ કરી દારૂ અને ત્રણ વાહનો મળી રૂ. 16.27 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દશાડા નજીક ડમ્પરમાંથી 3732 બોટલ દારૂ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ અને જુગારની બદી ડામી દેવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા એ આપેલી સૂચનાને પગલે ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ ના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.આર. જાડેજા સહિતનો સ્ટાફ  દશાડા થી શંખેશ્વર રોડ પર પેટ્રોલિંગ હતા ત્યારે વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યું હોવાની સ્ટાફને મળેલી બાતમીના આધારે વડગામ નજીક વોચ ગોઠવી હતી ત્યારે જીજે10 એક્સ 94 91 નંબરના ડમ્પરની અટકાવી તલાશી લેતા રૂપિયા 13.54 લાખની કિંમતનો 3732 બોટલ વિદેશી દારૂ સાથે રાજસ્થાનના માંગીલાલ સુંદરમ બિસનોઈ નામના ડમ્પરના ચાલકની ધરપકડ કરી દારૂ અને વાહન મળી રૂપિયા 20.62લાખ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલા રાજસ્થાની સેક્સ ની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે આ દારૂનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને કોને મોકલ્યો હતો તે મુદ્દે વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here